News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે 36મો જન્મદિવસ છે. અભિનેતાએ ડાન્સ, એક્શન, રોમાન્સ જેવી તમામ શૈલીમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. પરંતુ તેમ છતાં તે તેના ફેમિનાઈન લુકને કારણે તેને ટ્રોલ નો સામનો કરવો પડે છે. એકવાર એક દિગ્દર્શકે તેની મજાક ઉડાવી. ડાયરેક્ટરે ટાઈગર શ્રોફને ટ્રાન્સજેન્ડર અને સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. ડાયરેક્ટરનું આ નિવેદન સામે આવતા ટાઈગર ની માતા આયેશા શ્રોફ ગુસ્સે થઈ ગઈ હતી. પરંતુ, સવાલ એ થાય છે કે દિગ્દર્શકે આવું કેમ કહ્યું? આવો જાણીએ…
ડિરેક્ટરે આવું કેમ કહ્યું
આ વાત વર્ષ 2017ની છે. બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે તેના સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે દિગ્દર્શક રામ ગોપાલ વર્મા નશાની હાલતમાં તેને અને ટાઈગર શ્રોફને મારવાની વાત કરી રહ્યા હતા. 2.17 મિનિટની આ ક્લિપમાં રામ ગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને ટ્રાન્સજેન્ડરની સાથે સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. એટલું જ નહીં, તેણે વિદ્યુત સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
Forget the Shaolin Monk style, check out @RGVZoomin's #drunkenmasterstylehttps://t.co/Hm1MDVnqXh
— Vidyut Jammwal (@VidyutJammwal) April 11, 2017
આયેશા શ્રોફે આપ્યો જવાબ
આ ઓડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો હતો. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ટાઈગરની માતા આયેશા શ્રોફ નારાજ હતી. આ ઓડિયો ના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘કુતરા ભસતા રહે છે’. તેનાથી કોઈ ફરક પડતો નથી.’ તે જ સમયે, ટાઇગરના પિતા, અભિનેતા જેકી શ્રોફની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેણે કહ્યું હતું કે, “હવે હું શું કહું? મારા પુત્રનો અમુક લોકો પર એટલો પ્રભાવ છે કે તેઓ પોતાનું કામ છોડીને સિંહના બચ્ચા પર ટિપ્પણી કરવાનું શરૂ કરી દે છે.” જો કે વિવાદ વધ્યા બાદ રામ ગોપાલ વર્માએ માફી માંગી લીધી હતી. માફી માગતા તેણે લખ્યું, ‘જો કે આ બધી વાતો મજાક હેઠળ કહેવામાં આવી હતી પરંતુ, હું વિદ્યુત જામવાલ અને ટાઈગર શ્રોફની માફી માંગવા માંગુ છું.’
Though it was done in my usual fun way,I apologise to both @VidyutJammwal and @iTIGERSHROFF for the irritation caused
— Ram Gopal Varma (@RGVzoomin) April 11, 2017
ટાઇગર શ્રોફ નું અસલી નામ
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના ઘરે જન્મેલા ટાઈગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. આ નામ ટાઇગરને તેના પિતાએ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એક્ટર જેકી શ્રોફના પુત્ર જય હેમંત શ્રોફને તેના તોફાનને કારણે ટાઈગર કહેવામાં આવતો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વખત જેકી શ્રોફે કહ્યું હતું કે, જ્યારે ટાઇગર નાનો હતો ત્યારે તેને કરડવાની આદત હતી, તે ટાઇગરની જેમ કરડતો હતો, તેથી જ તેનું નામ ટાઇગર રાખવામાં આવ્યું હતું.ટાઇગર શ્રોફે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું હતું
Join Our WhatsApp Community