News Continuous Bureau | Mumbai
પ્રસંગ હતો પ્રો કબડ્ડી લીગ સીઝન 9… બચ્ચન પરિવાર સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. પુણેમાં રમાઈ રહેલી મેચમાં રણવીર સિંહ ( Ranveer singh ) પણ પહોંચ્યો હતો. અનુપમ ખેર અને કિરોન ખેરના પુત્ર સિકંદર ખેર ( daughter aaradhya ) પણ ઐશ્વર્યા રાયની ( aishwarya rai ) બાજુમાં બેઠો હતો. તે ઉજવણીનો સમય હતો કારણ કે અભિષેક બચ્ચનની ટીમ પિંક પેન્થર્સે ટ્રોફી જીતી લીધી હતી. પ્રો કબડ્ડી લીગની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જેમાં એક વીડિયો અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા અને રણવીર સિંહનો છે. જેમાં બંને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે.
રણવીરે ચુંબન કર્યું અને ઐશ્વર્યાએ તેના ગાલ ખેંચ્યા
Aishwarya pinching Ranveer’s cheek and Ranveer kissing on Aishwarya’s hand. 🥺🥺💕💕. They made my day. #AishwaryaRaiBachchan#RanveerSingh pic.twitter.com/U27YtDrLs0
— Mohabbatein (@sidharth0800) December 18, 2022
વાયરલ વીડિયોમાં રણવીર સિંહ ઐશ્વર્યા રાય અને આરાધ્યા સાથે બેઠો જોવા મળી રહ્યો છે. તેમની સાથે નવ્યા નંદા અને સિકંદર ખેર પણ બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય અને રણવીર સિંહ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. રણવીર સિંહ વાત કરતી વખતે ઐશ્વર્યાના હાથ પર કિસ કરે છે. જ્યારે, ઐશ્વર્યા તેના ગાલ ખેંચતી જોવા મળી રહી છે. આ દરમિયાન આરાધ્યા બચ્ચન અને સિકંદર ખેરનું રિએક્શન જોવા જેવું હતું. ઐશ્વર્યા અને રણવીરની ક્યૂટ બોન્ડિંગ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?
અભિષેક બચ્ચને લગાવી ઐશ્વર્યાને ગળે
View this post on Instagram
આ મેચનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમની જીતથી ખુશ અભિષેક બચ્ચન નજીકમાં ઉભેલી ઐશ્વર્યા રાયની ટી-શર્ટ પકડીને પોતાની તરફ ખેંચે છે અને તેને ગળે લગાવે છે. જે બાદ તે પોતાનો ડ્રેસ ઠીક કરતી જોવા મળે છે. આ પછી અભિનેતા પત્ની અને પુત્રી આરાધ્યા બંનેને ગળે લગાવે છે.જોકે, અભિષેક બચ્ચનના આ કૃત્ય માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.
Join Our WhatsApp Community