News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી સોનમ(Sonam Kapoor) કપૂર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રી આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીનો (pregnensy) સમય માણી રહી છે. ગયા મહિને સોનમ કપૂર (Sonam Kapoor)અને આનંદ આહુજા Anand Ahuja)એ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કેટલાક ફોટા શેર કરીને આની જાહેરાત કરી હતી. હવે સોનમે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા (social media) પર શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાસ્તવમાં સોનમ કપૂરે (Sonam Kapoor) ઈન્સ્ટાગ્રામ (instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર (Bold and beautyful) લાગી રહી છે. ફોટામાં, અભિનેત્રીએ સુંદર એમ્બ્રોઇડરી સાથે બ્લેક શીયર કફ્તાન પહેરેલી જોઈ શકાય છે. તસવીરોમાં સોનમ કપૂર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. મોમ ટુ બી સોનમની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ તસવીરો શેર કરતાં સોનમ કપૂરે (Sonam Kapoor) કેપ્શનમાં લખ્યું છે કે, "Kaftan life with my #everydayphenomenal @rheakapoor." સામંથા અને ભૂમિ પેડનેકરે સોનમની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. બીજી તરફ, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, "તમામ ફોટામાં સરસ… તમે ઢીંગલી જેવા દેખાઈ રહ્યા છો". અન્ય એક યુઝરે લખ્યું, "તમે ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છો મેડમ… તમે બ્લેક આઉટફિટમાં (black outfit) ખૂબ જ સુંદર લાગી રહ્યા છો." અન્ય એક યુઝરે લખ્યું, "સોનમ તું આ ફોટામાં અદ્ભુત લાગી રહી છે… તારું બાળક ખૂબ નસીબદાર છે."
સોનમ અને આનંદ (Sonam-Anand) 8 મે, 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ માર્ચ 2022માં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકોને જાણ કરી હતી કે તે ગર્ભવતી છે. વર્ક ફ્રન્ટ(work front) ની વાત કરીએ તો, સોનમ હવે પછી બ્લાઇન્ડ નામની ક્રાઇમ થ્રિલરમાં જોવા મળશે. આ ફિલ્મ શોમ મખીજા દ્વારા નિર્દેશિત છે અને તેમાં વિનય પાઠક, પુરબ કોહલી અને લિલેટ દુબે પણ છે.
આ સમાચાર પણ વાંચો : હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સફેદ મોનોકની પહેરી પૂલમાં ઉતરી, તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ