News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના યુવા નેતા ફહાદ ઝિરાર અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તેણે પોતાના કોર્ટ મેરેજની અચાનક જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. સ્વરા અને ફહાદના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. આ દરમિયાન સ્વરા ભાસ્કરનું એક જૂનું ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે ફહાદને ‘ભાઈ’ કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સ્વરા ભાસ્કર નું ટ્વીટ થયું વાયરલ
સ્વરા ભાસ્કર ના લગ્ન બાદ તેની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે બહુ જૂની નથી પરંતુ આ મહિનાની 2 ફેબ્રુઆરીની છે. સ્વરાએ ફહાદ અહમદ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે અને મજાકમાં કેપ્શનમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થડે ફહાદ મિયાં. ભાઈનો આત્મવિશ્વાસ અકબંધ રહે. ખુશ રહો અને વ્યસ્ત રહો. તારી ઉંમર થઈ રહી છે, હવે લગ્ન કરી લો. તમારો જન્મદિવસ અને આ વર્ષ અદ્ભુત રહે.જેના જવાબ માં ફહાદે લખ્યું હતું કે, ‘ધન્યવાદ દોસ્ત, ભાઈ ના કોન્ફીડન્સે જે ઝંડા ગાડ્યા છે તે કાયમ રહેવા જરૂરી છે. અને આ તમે વચન આપ્યું હતું કે હું તમારા લગ્ન માં આવીશ તો ટાઈમ કાઢો અને આવો છોકરી મેં શોધી લીધી છે. ‘
शुक्रिया ज़र्रानवाज़ी का दोस्त 💛
भाई के कॉन्फिडेंस ने तो झंडे गाड़े है वो तो बरकरार रहना ज़रूरी है….और हाँ, तुमने वादा किया था तुम मेरी शादी में आओगे तो वक़्त निकालो….लड़की मैंने ढूँढ ली है 😎😎😎 https://t.co/fHHS1CXiH2
— Fahad Ahmad (@FahadZirarAhmad) February 2, 2023
સ્વરાએ પતિ માટે શેર કરી પોસ્ટ
ફહાદ અહેમદ સાથે લગ્ન બાદ સ્વરા ભાસ્કરે ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ફહાદ સાથે જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ક્યારેક જે તમે દૂર દૂર સુધી શોધો છો તે તમારી આસપાસ હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં ફહાદ ઝિરાર અહેમદનું સ્વાગત છે. અહીં ઘોંઘાટ ઘણો છે, પણ તે તમારો છે.
Join Our WhatsApp CommunitySometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm— Swara Bhasker (@ReallySwara) February 16, 2023