Sunday, June 4, 2023

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ‘મહેતા સાહેબ’ તરીકે ફરી એન્ટ્રી કરશે શૈલેષ લોઢા? દિગ્દર્શકની આ એક પોસ્ટથી ચાહકો થઈ ગયા ઉત્સાહિત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફુલ ઓન ડ્રામા જોવા મળી રહ્યો છે. શોને અલવિદા કહી ચૂકેલા શૈલેષ લોઢાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઉપર થી ફેન્સ તેમના શો માં પરત ફરવાનો ક્યાસ લગાવી રહ્યા છે.

by AdminM
taarak mehta ka ooltah chashmah director shares selfie with shailesh lodha

News Continuous Bureau | Mumbai

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ( taarak mehta ka ooltah chashmah )  14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. શોને અલવિદા કહી ચૂકેલા શૈલેષ લોઢાની ( shailesh lodha ) એક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફોટામાં, અભિનેતા શોના ( director  ) નિર્દેશક માલવ રાજદા સાથે પોઝ ( selfie ) આપતા જોઈ શકાય છે. આ તસવીર જોઈને ફેન્સ અભિનેતાની વાપસીની માંગ કરી રહ્યા છે.

 ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ પોસ્ટ

માલવ રાજડાએ ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી, જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ક્રિએટિવ સુપરવાઇઝર કુણાલ ખખ્ખર, અભિનેતા જતીન બજાજ (ભૈલુ) અને તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાનો સમાવેશ થાય છે. માલવે તેને કેપ્શન આપ્યું, “મેં શોમાં જે વ્યક્તિને ‘મહેતા સાહબ સિવાય બધાનું પૅકઅપ’ કહીને સૌથી વધુ હેરાન કર્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Malav Rajda (@malavrajda)

આ સમાચાર પણ વાંચો: Cool jobs : તમે અહીંયા કરો કામ – 100 કંપનીઓ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપે છે

ફેન્સ કરી રહ્યા છે ડિમાન્ડ

શૈલેષ લોઢાની આ તસવીર પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સર મહેરબાની કરીને અસિત કુમાર મોદીને શૈલેષ સરને પાછા લેવા માટે મનાવો…. કૃપા કરીને અમને આ એક મહેતા સાહેબની જરૂર છે.” બીજાએ લખ્યું, “કૃપા કરીને મહેતા સાહબ ને પાછા લાવો નવા સારા નથી.” શોના અન્ય યુઝરે ટિપ્પણી કરી, “કેમ બોરિંગ થઇ ગયો છે …TMKOC.. લોગ છોડી ને જઈ રહ્યા છે … ડ્રેગ થઇ રહ્યો છે.. કૃપા કરીને બધા જૂના સ્ટાર્સને પાછા લાવો.. કૃપા કરીને…”

શૈલેષ લોઢા ની જગ્યા એ નવા તારક મહેતા તરીકે થઇ સચિન શ્રોફ ની એન્ટ્રી

તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢાએ મેકર્સ સાથે મતભેદને કારણે શો છોડી દીધો હતો. જો કે અત્યાર સુધી અભિનેતાએ આ વિશે ખુલીને વાત કરી નથી. શૈલેષનું સ્થાન સચિન શ્રોફે લીધું છે. તેમના આગમનને ચાહકોએ શરૂઆતમાં સ્વીકાર્યું ન હતું અને તેઓએ ટ્વિટર પર શોને ટ્રેન્ડ કરીને અને શૈલેષ લોઢાના પરત ફરવાની માંગ કરીને તેમની નિરાશા વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous