News Continuous Bureau | Mumbai
વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોશી ( pallavi joshi ) આ દિવસોમાં ‘વેક્સીન વોર’ ( vaccine war ) ને લઈને ચર્ચામાં છે. પલ્લવી તેના પતિની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. અગાઉ પલ્લવી જોશી એ લોકપ્રિય ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ( the kashmir files ) માં રાધિકા મેનનનું પાત્ર ભજવ્યું હતું. આવી સ્થિતિમાં, પલ્લવી હૈદરાબાદમાં ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નું શૂટિંગ કરી રહી છે, જ્યાં તે શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ ગઈ હતી, જે બાદ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પલ્લવી જોશી નો થયો અકસ્માત
ધ વેક્સીન વોરના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી અને તે ઈજાગ્રસ્ત છે. માહિતી આપતાં, શૂટિંગ સ્થળ પર હાજર સૂત્રોએ જણાવ્યું કે, એક વાહને નિયંત્રણ ગુમાવ્યું અને અભિનેત્રી ને ટક્કર મારી. જોકે ઈજાગ્રસ્ત થયા બાદ પણ પલ્લવી જોશીએ પોતાનો શોટ પૂરો કર્યો અને પછી સારવાર માટે ગઈ. હાલમાં પલ્લવી જોશીની હૈદરાબાદની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે હવે સ્વસ્થ છે.
આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ બ્યુટી ઐશ્વર્યા રાય ની મુશ્કેલી વધી, આ કારણસર સિન્નાર તહસીલદારે અભિનેત્રી ને પાઠવી નોટિસ
આ દિવસે રિલીઝ થશે ‘ધ વેક્સીન વોર’
ફિલ્મ ‘ધ વેક્સીન વોર’નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં અનુપમ ખેર, નાના પાટેકર અને અન્ય ઘણા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘ધ વેક્સીન વો’ર 15 ઓગસ્ટ 2023 ના રોજ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત 10 થી વધુ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ ભારતીય બાયો સાયન્ટિસ્ટ અને સ્વદેશી રસી વિશે કેટલાક પ્રકરણ ખોલશે. આ ફિલ્મ આ મહિનાથી ફ્લોર પર જવા માટે તૈયાર છે. ગયા વર્ષે રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી દર્શકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરી હતી. લગભગ 20 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.
Join Our WhatsApp Community