News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સેલેબ્સની અવનવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, જેને ઓળખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. મોટાભાગની તસવીરો બોલિવૂડ સેલેબ્સના (bollywood celebs)બાળપણની છે, જેને ઓળખવામાં લોકો થાપ ખાઈ રહ્યા છે. ફરી એકવાર એક અભિનેત્રીનો બાળપણનો ફોટો ઇન્ટરનેટ (internet)પર સામે આવ્યો છે, જેને લોકો ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તસવીરમાં તમે એક નાની છોકરીને તેના ભાઈ સાથે ઝૂલતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે, આ છોકરી આજની તારીખમાં બોલિવૂડની નંબર 1 અભિનેત્રી છે અને આટલું જ નહીં, તેને બોલિવૂડની રાણીનું (Bollywood Rani)બિરુદ મળ્યું છે. શું તમે કહી શકશો કે આ છોકરી કોણ છે?
જો તમે હજુ પણ આ છોકરી ને ઓળખી ના શક્યા હોય તો તમને જણાવીએ કે આ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી(Rani Mukherji) છે અને તેની સાથે જે છોકરો દેખાય છે તે તેનો ભાઈ છે. રાનીના ભાઈનું નામ રાજા મુખર્જી(Raja Mukherji) છે. રાની મુખર્જીનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેઓ પોતાની એક્ટિંગ સિવાય પોતાની ક્યુટનેસ માટે પણ ફેમસ છે. રાનીને માત્ર ઈન્ડસ્ટ્રીની રાણી કહેવામાં આવતી નથી. રાનીએ તેના ફિલ્મી કરિયરમાં એકથી વધુ શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, જે તેને સુપરસ્ટારનો (superstar)દરજ્જો આપે છે. આજે પણ લોકો રાનીના મજબૂત અવાજ અને તેના શાનદાર અભિનય પર ફિદા છે.
આ સમાચાર પણ વાંચો : શૈલેષ લોઢા બાદ તારક મહેતા ના આ કલાકારે પણ છોડ્યો શો નો સાથ
તમને જણાવી દેઈએ કે, રાની મુખર્જીએ આદિત્ય ચોપરા (Aditya Chopra)સાથે લગ્ન કર્યા છે. આદિત્ય અને રાનીને આદિરા નામની પુત્રી પણ છે. રાની મુખર્જી છેલ્લે ‘બંટી ઔર બબલી 2’માં જોવા મળી હતી.