News Continuous Bureau | Mumbai
બોલિવૂડમાં ( bollywood ) ઘણા કલાકારો દર વર્ષે ડેબ્યૂ કરે છે અને પછી એક યા બીજા કારણસર થોડા સમયમાં જ બહાર થઈ જાય છે. બહુ ઓછા એવા સ્ટાર્સ ( superstar ) છે જેઓ દર્શકોના દિલ જીતે છે અને તેમના પર પોતાની આગવી છાપ છોડી જાય છે.આજે અમે તમને એવા કલાકાર નો બાળપણ નો ફોટો ( childhood photo ) શેર કરી રહ્યા છે જેની ગણના આવા સ્ટાર્સ માં થાય છે. કેપ અને નેહરુ જેકેટ ( nehru jacket ) પહેરેલી આ હસતી છોકરીને બોલિવૂડની પ્રથમ મહિલા ( bollywood first superstar ) સુપરસ્ટાર કહેવામાં આવતી હતી. બોલિવૂડની સાથે સાથે સાઉથની અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ તેને પોતાના અભિનયનો જાદુ ચલાવનાર આ છોકરી ( sridevi ) મોટી થઈ અને અનેક પ્રખ્યાત કલાકારો સાથે ખભે થી ખભો મિલાવીને કામ કર્યું.
જાણો તસવીર માં દેખાતી આ છોકરી કોણ છે.
જો તમે હજુ પણ આ છોકરી ને ના ઓળખી શક્યા હોય તો અમે તમને જણાવી દઈએ કે, તસવીરમાં નેહરુ જેકેટમાં પોઝ આપતી છોકરી બીજી કોઈ નહીં પણ શ્રીદેવી છે. શ્રીદેવીની આંખો તેને સૌથી સુંદર અને અલગ બનાવતી હતી. આ શ્રીદેવીનો બાળપણનો ફોટો છે. શ્રીદેવીનો જન્મ 1963માં થયો હતો. તેણે નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે તેના જીવનમાં તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. શ્રીદેવીને ભારતીય સિનેમા ઉદ્યોગની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: પહેચાન કૌન- તસવીર માં છોકરીઓ ની પાછળ ડાન્સ કરતો છોકરો આજે છે બોલિવૂડનો સફળ અભિનેતા, ઇન્ડસ્ટ્રી ની ટોચ ની અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન
શ્રીદેવી ને અભિનય ની કારકિર્દી દરમિયાન મળ્યા ઘણા એવોર્ડ્સ
લિજેન્ડ અભિનેત્રી શ્રીદેવીને તેની કારકિર્દીમાં પાંચ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. તેમજ વર્ષ 2013માં તેને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. શ્રીદેવી 1980 થી 1990 સુધી ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. પડદા પર તેની હાજરીથી ફિલ્મ સુપરહિટ થવાની ખાતરી હતી. શ્રીદેવીએ પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું. જણાવી દઈએ કે આજે શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.
Join Our WhatsApp Community