News Continuous Bureau | Mumbai
પોતાના અતરંગી કપડાથી સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ ને કોઈ ઓળખ ની જરૂર નથી.ઉર્ફી ક્યારેક તેના કપડાં તો ક્યારેક તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવાથી પાછળ રહેતી નથી, પછી ભલે તેણીને તેનાપરિણામ ચુકવવા પડે. હવે ફરી એકવાર ઉર્ફીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ નું નામ બદલવાની ચર્ચા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે ધર્મ વિશે પણ એક મોટી વાત કહેવામાં આવી છે.
ઉર્ફી એ લખનૌ નું નામ બદલવાને લઇ ને કર્યું ટ્વીટ
તાજેતરમાં, ઉર્ફી એ ટ્વિટર પર લખનૌના નામ બદલવા પર પ્રતિક્રિયા આપી હતી અને લખનૌનું નામ બદલવા અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવેદનનો ઉલ્લેખ કરીને આ ટ્વિટ સાથે નવી વેબ સાઇટની વાર્તા ની હેડલાઇન શામેલ કરી હતી. ઉર્ફીએ તેના ટ્વીટમાં લખ્યું, ‘કોઈ આનો ફાયદો જણાવો, હું હિન્દુ કે મુસ્લિમ રાષ્ટ્ર માં નહીં પણ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રહેવા માંગુ છું.’
Faida batao koi Iska ? I want to stay In a democratic rashtra ! Neither Hindu rashtra nor muslim rashtra . pic.twitter.com/uDPwj4d2xr
— Uorfi (@uorfi_) February 9, 2023
ઉર્ફી અહીં અટકી ન હતી. તેણે અન્ય ટ્વિટમાં સ્પષ્ટપણે લખ્યું કે તે ઈસ્લામ કે અન્ય કોઈ ધર્મને અનુસરતી નથી. ટ્વીટમાં લખ્યું, ‘હિંદુ કટ્ટરપંથીઓ મારા પર હુમલો કરવાનું શરૂ કરે તે પહેલાં, હું તમને બધાને કહી દઉં કે, હું વાસ્તવમાં ઇસ્લામ કે કોઈ ધર્મને અનુસરતી નથી. હું નથી ઇચ્છતી કે લોકો તેમના ધર્મના કારણે લડે.
Before the Hindu extremists start attacking me let me tell y’all , I do not follow Islam or any religion as a matter of fact . I just don’t want people to fight because of their religion
— Uorfi (@uorfi_) February 9, 2023
ઉર્ફી થઇ ટ્રોલ
ઉર્ફીના આ નિવેદન બાદ તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે ઉર્ફીને આ ટ્રોલિંગથી બહુ ફરક પડ્યો નથી કારણ કે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે. ઉર્ફીના આ ટ્વીટ પર ટિપ્પણી કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘ગુલામીમાંથી આઝાદીનો અનુભવ થશે. રાષ્ટ્રવાદી જ આ સમજી શકે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે- ‘જો તમે નેચરલ છો, તો પછી તમે કેમ પરેશાન થઈ રહ્યા છો,આનો ફાયદો છે ત્યારે જ તો ચેન્જ થઇ રહ્યું છે.’જણાવી દઈએ કે લખનૌના નામ બદલવાનો મુદ્દો યુપી સરકાર ના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ તાજેતરના નિવેદન બાદ ગરમાયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પહેલા નામ લક્ષ્મણ નગરી હતું’. જણાવી દઈએ કે આ પહેલા પણ ઉર્ફી ઘણા રાજકીય મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતી જોવા મળી છે. ઉર્ફીના ચાહકો તેને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ અન્ય વપરાશકર્તાઓ તેને ટ્રોલ કરવાની કોઈ તક છોડતા નથી.