News Continuous Bureau | Mumbai
ટીવીની જાણીતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું ત્યારથી તેના મંગેતર જય ગાંધી આઘાતમાં છે. તમને જણાવી દઈએ કે, જે દિવસે વૈભવીનો અકસ્માત થયો તે દિવસે તેનો મંગેતર જય ગાંધી તેની સાથે હતો. તે પણ વૈભવી સાથે આ જ કારમાં મુસાફરી કરી રહ્યો હતો. અકસ્માત બાદ વૈભવીએ આ દુનિયા છોડી દીધી પરંતુ તેનો મંગેતર બચી ગયો. જ્યારથી વૈભવીના મોતના સમાચાર સામે આવ્યા છે ત્યારથી અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વૈભવીના મૃત્યુના ત્રણ દિવસ બાદ જયે મૌન તોડ્યું. તેણે તે દિવસનું સત્ય કહ્યું છે.
જયે જણાવી હકીકત
જય એ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા, તેથી જ આ અકસ્માત થયો. પરંતુ, એવું નહોતું. અમારી કાર રોકાઈ ગઈ હતી.અમે રસ્તાની બાજુમાં ટ્રક પસાર થાય તેની રાહ જોઈ રહ્યા હતા.. હું અત્યારે વધારે વાત કરી શકવાની સ્થિતિમાં નથી પણ હું નથી ઈચ્છતો કે કોઈ સમજે કે અમે સીટ બેલ્ટ પહેર્યા ન હતા અથવા તો વધારે સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા.”
આ સમાચાર પણ વાંચો: આ ભૂલને કારણે વૈભવી ઉપાધ્યાયે ગુમાવ્યો પોતાનો જીવ, કુલ્લુના એસપીએ કર્યો ખુલાસો
વૈભવી ના ભાઈ એ કહી હતી આ વાત
વૈભવીના ભાઈ અંકિતે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અકસ્માત સમયે વૈભવીએ સીટ બેલ્ટ પહેર્યો હતો. તે હંમેશા રસ્તાના નિયમો પ્રત્યે સજાગ રહેતી હતી અને ક્યારેય સીટ બેલ્ટ વગર કારમાં બેસતી નહોતી. ડોકટરોએ પણ પુષ્ટિ કરી કે તેના ગળામાં સીટ બેલ્ટના નિશાન કેવી રીતે હતા.”અંકિતે વધુ માં જણાવ્યું હતું કે,અકસ્માત બાદ જય પોલીસ સ્ટેશનમાં હતો. તેણે કહ્યું, “પોલીસે અકસ્માત બાદ વૈભવીના મંગેતર જય ગાંધીને કસ્ટડીમાં લીધા હતા. તેઓ મુખ્ય શંકાસ્પદ તરીકે જયને અનુસરતા હતા. તેથી તેઓએ જયને વૈભવીની નજીક પણ જવા દીધો ન હતો. તેઓ ઈચ્છે છે કે વૈભવીના પરિવારજનો કોઈ આવે અને તેનું નિવેદન નોંધે. પછી હું હિમાચલ પ્રદેશ પહોંચ્યો અને જયને છોડાવ્યો.”