News Continuous Bureau | Mumbai
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે શનિવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેએ સવારે 4 વાગ્યે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ કોહલીએ મીડિયાને જય મહાકાલ કહ્યું, જ્યારે અનુષ્કાએ કહ્યું કે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવાનું ખૂબ જ સારું લાગ્યું. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
અનુષ્કા અને વિરાટે ભસ્મ આરતી માં ભાગ લીધો
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે શનિવારે વહેલી સવારે મહાકાલ મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ લગભગ દોઢ કલાક સુધી મંદિરના નંદી હોલમાં બેસીને ભસ્મ આરતીમાં ભગવાનના આશીર્વાદ લીધા હતા. આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો. જ્યારે, વિરાટ અને અનુષ્કા ભક્તિ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં મગ્ન જોવા મળ્યા હતા. વિરાટે તેના ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી અને માથા પર ચંદનનું મોટું ત્રિપુન લગાવ્યું હતું સાથે કોહલી એ ધોતી સોલ પહેર્યું હતું, તે ભગવાન મહાકાલનું ધ્યાન કરતો બેઠો જોવા મળ્યો હતો. જ્યારે અનુષ્કા શર્મા પણ સાડીમાં જોવા મળી હતી.
Virat Kohli & Anushka Sharma visited Mahakaleshwar temple in Ujjain.pic.twitter.com/4V8Sih3Snp
— Johns. (@CricCrazyJohns) March 4, 2023
Anushka Sharma & Virat visit Mahakaleshwar #Ujjain 🙏🙏महाकाल pic.twitter.com/Pj6cKc4eHL
— Mamta Gusain (@Mamtagusain5) March 4, 2023
ઘણા મંદિરો અને આશ્રમો ની લીધી મુલાકાત
હાલમાં જ વિરાટ અને અનુષ્કા ઘણા મંદિરો અને આશ્રમોની મુલાકાત લેતા જોવા મળ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં પણ બંનેએ વૃંદાવનમાં બે દિવસ વિતાવ્યા હતા. બંને બાબા નીમ કરૌલીના આશ્રમમાં પણ જોવા મળ્યા હતા. બંને આનંદમાઈ આશ્રમની મુલાકાત લીધા બાદ અનેક સંતોને મળ્યા હતા.
Join Our WhatsApp Community