News Continuous Bureau | Mumbai
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી ઘણા ટાઈમ થી ફિલ્મોથી દૂર રહી છે, પરંતુ અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માં જોવા મળશે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. રાની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ અભિનેત્રીની ફેન ફોલોઈંગ મજબૂત છે. રાનીના ફેન્સ તેની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. રાની વાસ્તવિકમાં એકદમ સ્પષ્ટવક્તા છે.
આ જવાબ સાંભળીને કરીના થઇ ગઈ હતી સ્તબ્ધ
વાસ્તવમાં રાનીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તેની પાસે નથી, પરંતુ અભિનેત્રી કરીના કપૂર પાસે છે. આના પર તેણે નિર્ભય રીતે જવાબ આપતા કહ્યું કે શાહિદ. તે જ સમયે, આ પછી, જ્યારે ફરી એકવાર રાનીને પૂછવામાં આવ્યું કે તેની પાસે શું છે જે કરીના પાસે નથી. રાની આ સવાલ નો જવાબ વિચારી રહી હતી, જેના જવાબમાં કરીનાએ તરત જ ‘યશ ચોપરા’ કહીને જવાબ આપ્યો. રાની મુખર્જી યશ રાજ પ્રોડક્શનની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.રાનીએ યશ રાજ બેનર હેઠળ બનેલી ‘વીર-ઝારા’, ‘હમ-તુમ’, ‘બંટી ઔર બબલી’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘સાથિયા’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે અને આજે તે ચોપરા પરિવારની વહુ છે. બંને અભિનેત્રીઓએ આ ખુલાસો કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન કર્યો હતો.
રાની મુખર્જી નું વર્ક ફ્રન્ટ
રાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માં જોવા મળશે. આ સિવાય રાની ફિલ્મ ‘મર્દાની 3’ માં પણ જોવા મળશે.અગાઉ, તેણી એ સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ સાથે ‘બંટી ઔર બબલી 2’ માં કામ કર્યું હતું, જ્યાં બંટી ઔર બબલી સુપરહિટ રહી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.
Join Our WhatsApp Community