News Continuous Bureau | Mumbai
અથિયા શેટ્ટી-કેએલ રાહુલ અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પછી હવે કૃતિ સેનન અને પ્રભાસ લગ્નના બંધનમાં બંધાવાના છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃતિ સેનન આ વર્ષે તેના કો-સ્ટાર પ્રભાસ સાથે સગાઈ કરવા જઈ રહી છે. હવે પ્રભાસની ટીમે આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ શું છે આ વાયરલ રિપોર્ટનું સત્ય.
કૃતિ સેનન અને પ્રભાસ ની સગાઇ ના સમાચાર થયા વાયરલ
હકીકતમાં, તાજેતરમાં એક સોશિયલ મીડિયા એકટીવિસ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે કૃતિ સેનન અને પ્રભાસ આવતા અઠવાડિયે માલદીવમાં સગાઈ કરવા જઈ રહ્યા છે!! આ ટ્વિટ સામે આવ્યું ત્યારથી આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. જો કે, કૃતિ સેનને આ અફવાઓને સખત રીતે નકારી કાઢી હતી. સાથે જ પ્રભાસની ટીમે પણ સગાઈના સમાચારોને ખોટા ગણાવ્યા છે. એક ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતી વખતે, તેમની ટીમે કહ્યું, “પ્રભાસ અને કૃતિ સેનન માત્ર સારા મિત્રો છે. તેમની સગાઈના સમાચાર સાચા નથી.”
કૃતિ સેનન અને પ્રભાસ ના ડેટિંગની અફવા કેવી રીતે શરૂ થઈ?
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અને સાઉથ એક્ટર પ્રભાસના ડેટિંગની અફવા ફિલ્મ ‘આદિપુરુષ’ના શૂટિંગના સમયથી ચાલી રહી છે. જોકે, આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા જ્યારે ઈન્ટરનેટ પર કપલની તસવીર સામે આવી. આ તસવીર ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝર લોન્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ તસવીરમાં પ્રભાસ તેની કો-સ્ટાર કૃતિ સેનનનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. આ તસવીર સામે આવતાં જ તેમના ડેટિંગના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા હતા.આટલું જ નહીં એક શો દરમિયાન વરુણ ધવને બંનેની ડેટિંગ તરફ પણ ઈશારો કર્યો હતો. વાસ્તવમાં, શો દરમિયાન વરુણ ધવન ને ઇન્ડસ્ટ્રી ની સૌથી લાયક સિંગલ છોકરી વિશે પૂછ્યું’ હતું. ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો કે તે યાદીમાંથી કૃતિ સેનન નું નામ હટાવી રહ્યો છે કારણ કે કૃતિનું નામ કોઈના દિલમાં વસી ગયું છે. એક માણસ છે, જે મુંબઈમાં નથી, જે હાલમાં દીપિકા (પાદુકોણ) સાથે શૂટિંગ કરી રહ્યો છે.” આ વાત ત્યાર ની છે જ્યારે પ્રભાસ દીપિકા સાથે ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ કરી રહ્યો હતો. એટલા માટે બધા વરુણ ધવન ના નિવેદનને કૃતિ અને પ્રભાસના સંબંધોની પુષ્ટિ તરીકે જોઈ રહ્યા હતા.
Join Our WhatsApp Community