News Continuous Bureau | Mumbai
રિયલ એસ્ટેટ સેક્ટરની વૃદ્ધિ દેશના અર્થતંત્રમાં સીધી વૃદ્ધિમાં એક મોટો ફાળો આપે છે. નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે ઘર બનાવવા માટે 79,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સરકારે આ યોજના માટે 66% ભંડોળ વધાર્યું છે. સરકાર શહેરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રોત્સાહક યોજના ચલાવશે. શહેરમાં સ્વચ્છતા સુધારવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
હવાઈ મુસાફરીને સરળ બનાવવા માટે 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનો બોન્ડ લાવી શકશે. તમને જણાવી દઈએ કે, આ ક્ષેત્ર હાલમાં દેશની અર્થવ્યવસ્થામાં લગભગ 7% યોગદાન આપે છે, 50 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે અને 200 થી વધુ આનુષંગિક ક્ષેત્રોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મળે છે.
ગયા વર્ષે પણ સરકારે આ ક્ષેત્રે પ્રાણ પૂર્યા હતા
બજેટ 2022 માં, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, અને 80 લાખ ઘરોના નિર્માણથી પોસાય તેવા આવાસ પૂરા પાડવાની વાત કહેવામાં આવી હતી. જોકે, ઓછી અને મધ્યમ આવક જૂથના ઘર ખરીદનારાઓને કોઈ પ્રોત્સાહન આપવામાં આવ્યું ન હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ એમ પણ કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકાર તમામ જમીન અને બાંધકામ મંજૂરીઓ માટે જરૂરી સમય ઓછઓ કરવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.
આ સમાચાર પણ વાંચો : Indian Budget 2023 Live Update : નાણામંત્રીની જાહેરાત : ID તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે.
‘રિયલ ઇનસાઇટ રેસિડેન્શિયલ -એન્યુઅલ રાઉન્ડ-અપ 2022’ શીર્ષકવાળા તાજેતરના પ્રોપટાઇગરના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે 2021માં 2,05,940 ઘરોની સરખામણીએ 2022માં 3,08,940 ઘરો વેચાયા હતા. વધુમાં, નવા લોન્ચમાં 101% વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ 2,14,400 નવા એકમોની સરખામણીમાં 2022માં 4,31,510 નવા એકમો શરૂ કરવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community