તાલિબાનનું શાસન : અમેરિકાને લપડાક આપવાના દિવસે જ કરશે નવી સરકારની જાહેરાત, આપશે આડકતરી રીતે સીધો સંદેશ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સરકાર બનાવવા માટે તેજ કરાયેલી હિલચાલ વચ્ચે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો છે. 

આ હિલચાલ વચ્ચે આધારભૂત સૂત્રોનુ કહેવું છે કે, તાલિબાન દ્વારા 11 સપ્ટેમ્બરે સરકારની રચના કરવામાં આવશે. 

આ જ દિવસે 2001માં અમેરિકા પર અલ કાયદા દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. 11 સપ્ટેમ્બરે આ હુમલાને 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે.

મનાઈ રહ્યું છે કે, ત્યાં સુધી સરકારમાં કોને સામેલ કરવા અને કોને મંત્રીપદ આપવું તે નક્કી કરવા માટે તાલિબાનને સમય મળી જશે અને આ દિવસે સરકાર બનાવીને તાલિબાન દ્વારા અમેરિકાને આડકતરી રીતે સંદેશો પણ આપવામાં આવશે.

 અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ મહિલાઓ રસ્તા પર ઉતરી, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા; જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More