ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પાકિસ્તાનને અફઘાનિસ્તાનના અંતિમ પ્રાંત પંજશીરમાં તાલિબાનને મદદ કરવી ભારે પડી છે. તાજેતરમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા ઉત્તરી ગઠબંધનના લડવૈયાઓ પર થયેલા હુમલા બાદ લોકોએ અફઘાનિસ્તાનમાં ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો છે. સોમવારે મોડી રાત્રે કાબુલમાં પણ તેની ઝાંખી જોવા મળી હતી. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર અફઘાન મહિલાઓ ISI ચીફ અને પાકિસ્તાન સામે રસ્તા પર ઊતરી આવી હતી. પ્રદર્શનકારીઓએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા અને ISI ચીફ ફૈઝ હમીદને પરત ફરવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના ઘણા ભાગમાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પરંતુ કાબુલમાં આ પ્રકારનું પ્રદર્શન પહેલી વખત જોવા મળ્યું છે. અહીં મહિલાઓ રાત્રે રસ્તા પર ઊતરી અને પાકિસ્તાન પર પ્રતિબંધની માગ કરી. અગાઉ ઈરાને પણ પાકિસ્તાની ઍરફોર્સના હુમલાનો પણ વિરોધ કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં બહારના દેશના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો હતો.
અરે વાહ! મુંબઈની ફૂટપાથ બનશે ચકાચક, મુંબઈ મનપા ખર્ચશે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત
તાલિબાને સત્તા સંભાળતાંની સાથે જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ચીફ ફૈઝ હમીદ અચાનક અફઘાનિસ્તાનના અઘોષિત પ્રવાસે પહોંચી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હક્કાની નેટવર્ક અને તાલિબાન નેતાઓ સાથે સરકારની રચનાને લઈને બેઠક કરવા જઈ રહ્યા છે. અફઘાન નાગરિકો આનાથી નારાજ છે અને પાકિસ્તાનના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ મહિલાઓ રસ્તા પર ઉતરી, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા; જુઓ વિડીયો #Afghanistan #Taliban #Kabul #Pakistan #women #protest pic.twitter.com/CvOJQNasti
— news continuous (@NewsContinuous) September 7, 2021