ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
શી જિનપિંગે ચીનનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી પહેલીવાર તિબેટ પહોંચ્યા છે. લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે તેમણે અચાનક તિબેટની મુલાકત લીધી છે અને છેક અરુણાચલ પ્રદેશની સરહદની નજીકના ભાગમાં આવેલા એક શહેરમાં પણ પ્રવાસ કરી ત્યાંના સૈન્યની મુલાકાત લીધી હોવાના સમાચાર વહેતા થયા છે.
વર્ષ ૨૦૧૩માં સત્તાની કમાન સંભાળ્યા બાદ શી જિનપિંગની તિબેટની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન જિનપિંગે ન્યાંગ રિવર બ્રિજની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત બ્રહ્મપુત્રા નદીના પટમાં જૈવિક સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું હતું. ચીને આ વર્ષે એની ૧૪મી પંચવર્ષીય યોજના દરમિયાન બ્રહ્મપુત્રા નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બાંધવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જોકેચીનની આ યોજનાનો ભારત અને બાંગ્લાદેશે વિરોધ ભારે કર્યો છે.
પાલઘરમાં બે લાઇનમેન એક કલાક સુધી વીજળીના તાર પર લટકતા રહ્યા; NDRFએ કર્યું બચાવકાર્ય, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવતું આવ્યું છે. ભારતે ચીનના આ તમામ દાવાને ફગાવી દીધા છે.