ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
ભારતના મોસ્ટ વૉન્ટેડ અપરાધીઓમાંનો એક મેહુલ ચોકસીનું એન્ટિગુઆથી ડોમિનિકા પહોંચવાનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી, પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે મેહુલ ડોમિનિકા પહોંચ્યો ત્યારે તેની સાથે એક યુવતી હતી. આ યુવતી કોણ છે અને તે મેહુલ ચોકસી સાથે કેમ હતી એવા અનેક સવાલો ઊઠ્યા છે.
દરમિયાન આ યુવતી બબારા ઝરાબિકા હોવાનું કહેવાય છે અને તેની તસવીરો મીડિયામાં વાયરલ થઈ રહી છે. બબારા અને મેહુલ બંને યૉટમાં સવાર થઈ ડોમિનિકા ગયાં હતાં. જ્યાં મેહુલ તો પકડાઈ ગયો, પરંતુ આ મિસ્ટ્રીગર્લ છુમંતર થઈ ગઈ હતી. હાલ મેહુલ ચોકસી ડોમિનિકાની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેના ભારતમાં પ્રત્યર્પણ અંગે આવતી કાલે 2 જૂને કોર્ટમાં ફેંસલો થવાનો છે.
દરમિયાન ચોકસીના વકીલે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “તેમનો ક્લાયન્ટ 23 મેના રોજ પોતાની ગર્લફ્રેન્ડ બબારા ઝરાબિકાને મળવાનો હતો. ત્યારે જ જૉલી હાર્બર વિસ્તારમાંથી એન્ટિગુયા પોલીસ અને ભારતીય અધિકારીઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને પકડીને ડોમિનિકા લઈ જવાયો.”
પાકિસ્તાની આર્મીની ટીકા કરનાર આ પત્રકારને ચૅનલે બરતરફ કર્યો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપૉર્ટ પ્રમાણે બબારા ઝરાબિકા એક ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે. એથી જ મેહુલ તેના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ, આ સમગ્ર મામલો હનીટ્રેપ હોવાનું પણ માનવામાં આવે છે.