275
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફ્લોર ટેસ્ટ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે.
ઈમરાન ખાનની સરકારની સહયોગી પાર્ટી MQMએ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા વિપક્ષી પાર્ટીઓ સાથે સમાધાન કરી લીધું છે.
PPP પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કર્યું કે, સંયુક્ત વિપક્ષ અને MQM વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.
રાબતા કમિટી MQM અને PPP સીઈસી સમજૂતીની પૃષ્ટિ આપશે. ત્યારબાદ આવતીકાલે પત્રકાર પરિષદ યોજીને તેઓ મીડિયાને વધુ માહિતી આપશે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષે ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ અંગે 31મી માર્ચથી ચર્ચા થવાની છે પરંતુ આ પહેલા MQM અને PPP વચ્ચે સમજૂતી બાદ ઈમરાન ખાન સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો :તાલિબાનનો વધુ એક વિચિત્ર આદેશ, ઓફિસમાં એન્ટ્રી મેળવવા માટે હવે પુરુષોએ કરવું પડશે આ કામ; જાણો વિગતે
You Might Be Interested In