News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન બાદ કટ્ટરવાદી આદેશો સતત જારી કરવામાં આવી રહ્યા છે.
તાલિબાને હવે વધુ એક નવો આદેશ જારી કર્યો છે.
આ અંતર્ગત તમામ સરકારી કર્મચારીઓએ દાઢી રાખવી પડશે અને નક્કી કરેલા ડ્રેસ કોડનું પાલન કરવું પડશે.
અફઘાનિસ્તાનમાં, દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી.
અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પુણ્ય અને રોકથામ મંત્રાલયના પ્રતિનિધિઓએ નાણામંત્રાલયના સ્ટાફ સભ્યોને ગેટ પર રોકી દીધા હતા. કારણ કે તેઓ ક્લીન શેવ કરીને આવ્યા હતા.
જો કે, The Ministry Of Promotion Of Virtue And Prevention એ સરકારી કર્મચારીઓને ગેટ પર રોકવાના સમાચારને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાન મોટા ભાગે મહિલાઓ માટે આવા ફરમાન જાહેર કરે છે. પણ આ વખતે તેમણે પુરુષોને પણ નથી છોડ્યા
આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર હુમલાની આડીઅસર.. નેટફ્લિક્સ બાદ હવે આ લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ પણ રશિયામાં તેની સેવા સ્થગિત કરશે. જાણો વિગતે