ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
તાલિબાન સામે જંગ લડી રહેલા નોર્ધન એલાયન્સે દાવો કર્યો છે કે, સોમવારની રાતે તાલિબાનના આતંકીઓએ પંજશીર ખીણમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયુ હતુ અને તેમાં તાલિબાનના સાત થી આઠ લોકોના મોત પણ થયા છે. જ્યારે અમારા પણ બે જવાનો માર્યા ગયા છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તમામ પ્રાંતો પર કબ્જો જમાવનાર તાલિબાન હજી પંજશીર પ્રાંત પર વર્ચસ્વ જમાવી શક્યુ નથી.
અહમદ શાહ મસૂદની સાથે સાથે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ઘનીના નાસી ગયા બાદ પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરનાર અમરુલ્લા સાલેહ પણ તાલિબાનને પંજશીર પ્રાંતમાંથી ટ્કકર આપી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અહીંયા ઘૂસવાની કોશિશ કરી છે પણ દર વખતે તેને પછડાટ મળી છે.
તાજેતરમાં પણ દાવો કરાયો હતો કે, અહીંયા તાલિબાનના સો આંતકીઓ માર્યા ગયા છે. જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ હજી તેમાં સફળતા મળી નથી.
નસીબનો બળિયોઃ પાલઘરનો આ માછીમાર બની ગયો રાતોરાત કરોડપતિ. જાણો વિગત