ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ટૂંક સમયમાં જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે.
તેમણે કહ્યું કે તેઓ શાસક પક્ષનું નેતૃત્વ કરવા માટે પોતાની ઉમેદવારી આગળ રજૂ કરશે નહીં.
એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેઓ જાપાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે.
જાપાનની સરકારી મીડિયા એજન્સી એનએચકે અનુસાર, સુગાએ શુક્રવારે તેના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ના અધિકારીઓને કહ્યું કે તેઓ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે પોતાની ઉમેદવારી રજૂ કરશે નહીં, જેના માટે 29 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સુગાની કોવિડ -19 વૈશ્વિક મહામારી સાથે ઝડપથી કાર્યવાહી ન કરવા અને જાહેર આરોગ્યની ચિંતા હોવા છતાં ઓલિમ્પિક યોજવા બદલ ટીકા કરવામાં આવી છે.
આ ટીકાઓ અને તેના સપોર્ટ રેટિંગમાં ઘટાડાને કારણે, સુગાએ પીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
આમ જનતાને મોંઘવારીમાં વધુ એક ઝટકો લાગશે, ટેલિકોમ ઓપરેટરો દરમાં વધારો કરશે; જાણો વિગતે
 
			         
			         
                                                        