News Continuous Bureau | Mumbai
હવાઈ મુસાફરી(Air Travelling) સંબંધિત ઘણી ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ આકાશમાં અંતર કાપી રહેલી ફ્લાઇટ્સ(Flights)ને લઇને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે લગભગ અગાઉ સાંભળ્યા નહીં હોય.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, જમીન પરથી ફાયરિંગ(Firing) કરતાં હવામાં ઉડી રહેલા પ્લેન પર ગોળી વાગી હતી. એટલું જ નહીં, તે ગોળી વિમાનમાં સવાર એક યાત્રી(Passenger)ને વાગી હતી. ગોળી વાગતાં મુસાફર લોહીલુહાણ થઇ ગયો હતો. જે બાદ તરત જ વિમાનનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ઇજાગ્રસ્ત યાત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સવાર સવારના સમયમાં બોરીવલી રેલવે સ્ટેશન પર યાત્રીઓનો હંગામો- એસી લોકલ ટર્મિનેટ કરી- જુઓ ફોટા – જાણો વિગત
કહેવામાં આવી રહ્યું છે કે આ હેરત અંગેજ કરનારી ઘટના મ્યાનમાર(Myanmar)ની છે. મ્યાનમાર નેશનલ એરલાઇન્સ(Myanmar National Airlines)નું વિમાન 63 મુસાફરો સાથે ઉડાન ભરી રહ્યું હતું. આ વિમાન લોઇકાવ એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. તે સમયે જ કોઇએ જમીન પરથી વિમાન પર ફાયરિંગ કર્યું હતું. વિમાન 3500 ફૂટની ઉંચાઇએ હતું અને ગોળી સીધી જ વિમાન પર વાગી હતી.