ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
વર્ષોથી માણસ અમર થવા માગે છે, પરંતુ હજી સુધી એ શક્ય બન્યું નથી. જોકે હવે ટૂંક સમયમાં વૈજ્ઞાનિકો એવી દવા તૈયાર કરવા જઈ રહ્યા છે, જે વ્યક્તિને અમર બનાવી દેશે. એ મુજબ માણસો સેંકડો નહીં, પણ હજારો વર્ષો સુધી જીવે શકશે અને તેમની સેંકડો પેઢીઓને જોવા માટે સમર્થ હશે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ સ્વપ્ન માત્ર બે વર્ષમાં સાકાર થશે.
હકીકતે હાર્વર્ડના પ્રોફેસર ડેવિડ સિંકલેરે માનવ વૃદ્ધાવસ્થાને પાછી વાળવા માટે એક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગનું ઉંદરો પર પરીક્ષણ કરવામાંઆવ્યું હતું. જેમાં આશ્ચર્યજનક બાબત બહાર આવી હતી કે તેનાં મગજ અને અન્ય અવયવોમાં આવતી વૃદ્ધાવસ્થા બદલી શકાય છે. પ્રયોગની સફળતા પછી, તેણે કહ્યું કે પ્રયોગમાં એવું જાણવા મળ્યું છે કે એક એમ્બ્રયો એટલે કે જીન્સ હોય છે. જો તેને પુખ્ત પ્રાણીઓમાં ઇન્જેક્ટ કરી શકાય છે, તો તે વય સાથે સંકળાયેલા કોષોને પુનર્જીવિત કરે છે. તેને યોગ્ય રીતે કામ કરવામાં 4થી 8 અઠવાડિયાં લાગે છે.
આ દેશમાં હવે બિટકૉઇન થઈ ગયું સત્તાવાર ચલણ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે તેમણે એક અંધ ઉંદરનું ઉદાહરણ આપ્યું હતું, જે તેની વધતી ઉંમરને કારણે આંખોની રોશની ગુમાવી રહ્યો છે. મગજ અને ન્યુરોનનું સંયોજન યોગ્ય ન હોવાથી આવું થાય છે. જો ઉંદરના ન્યુરોન સુધારવામાં આવે, તો એ ફરીથી યુવાન થઈ જશે અને ફરીથી જોઈ શકશે.