ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
પાકિસ્તાનની સરકારને પોતાના દેશમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો તેના માટે ભારતને દોષ આપવાની આદત પડી ગઈ છે.
પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાં ચીની નાગરિકો પર થયેલા આત્મઘાતી હુમલા પાછળ ભારત અને અફઘાનિસ્તાનનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાને લગાવ્યો છે.
આ મામલાની તપાસ પૂરી થયા બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ હતું કે, હુમલા માટે ઉપયોગમાં લેવાયેલુ વાહન અફઘાનિસ્તાનથી ચોરીને લાવવામાં આવ્યુ હતુ.
આ સાથે તેમણે ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને અફઘાનિસ્તાનના નેશનલ ડાયરેકટરેટ ઓફ સિક્યુરિટી પર સીધો આરોપ લગાવ્યો હતો.
ગયા મહિને પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં ચીની એન્જિનિયરોની એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં નવ ચીની નાગરિકો માર્યા ગયા હતા. આ એન્જિનિયરો ચીની કંપનીના કર્મચારીઓ હતા.
અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…