ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
પાકિસ્તાનના સ્પષ્ટ વક્તા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે તેમનો અફઘાનિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. આ પાછળનું કારણ એ છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની NSAએ સુરક્ષાના ડરથી ત્યાંનો પ્રવાસ રદ કર્યો હતો. આ સાથે પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર વ્યક્તિની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાલિબાનની ગુપ્તચર સંસ્થાએ અઝીમ અઝીમી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જે બાદ કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસે પુષ્ટિ કરી કે યુસુફ હજુ મુલાકાતે નથી આવી રહ્યા.
તાલિબાનોએ આક્ષેપ કર્યો હતો કે માનવાધિકાર કાર્યકર્તા અઝીમ અઝીમીએ મોઇદ યુસુફની મુલાકાત પહેલા પાકિસ્તાન વિરોધી વિરોધનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં લોકો અઝીમીનું સમર્થન કરી રહ્યા છે. લોકોનો સવાલ એ છે કે અઝીમી પાકિસ્તાની-તાલિબાની આતંકથી પરેશાન થઈને અફઘાનિસ્તાનની સામાન્ય જનતા સામે દેખાવોનું આયોજન કરી રહી છે. તો તાલિબાન શા માટે તેનાથી આટલા ડરે છે?
શ્રીલંકા નાદારીના રસ્તે વિદેશી મુુદ્રા ભંડાર ખતમ થતાં સોનું વેચવાનું શરૂ કર્યું. જાણો વિગતે
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અઝીમીની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી છે. લોકો અઝીમીને બચાવવા સતત અપીલ કરી રહ્યા છે. વિશ્વને તાલિબાનના અત્યાચારોનું નિવારણ કરવા પણ કહે છે. અગાઉ એવા અહેવાલ હતા કે પાકિસ્તાની NSA મોઇદ યુસુફના નેતૃત્વમાં એક આંતર-મંત્રાલય પ્રતિનિધિમંડળ મંગળવારે તાલિબાન સાથે સરહદ વાડના વિવાદ પર ચર્ચા કરશે. આ સાથે જ આ યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી મદદ પણ આપશે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે યુસુફ ૧૮ અને ૧૯ તારીખે કાબુલની મુલાકાત લેશે. જે દરમિયાન તે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાના માર્ગો વિશે વાત કરશે. કારણ કે દેશ પર વૈશ્વિક પ્રતિબંધોને કારણે માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ૧૩ જાન્યુઆરીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લાખો લોકો મૃત્યુના આરે ઉભા છે.