ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભલે સરકાર બનાવી લીધી હોય પરંતુ પંજશીર પ્રાંતના યોદ્ધાઓએ હાર નથી માની.
નેશનલ રેજિસ્ટેન્સ ફ્રંટ (NRF) જે નોર્ધન એલાયન્સ તરીકે પણ ઓળખાય છે તેની આગેવાની અહમદ મસૂદ કરી રહ્યા છે.
તાલિબાને મંગળવારે રાતે પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી હતી. તે અંગે પ્રતિક્રિયા આપતા અહમદ મસૂદે જાહેરાત કરી છે કે, તે લોકો અફઘાનિસ્તાનમાં સમાંતર સરકાર ચલાવશે.
આ માટે હાલ નેતાઓ સાથે વિચાર-વિમર્શ પણ ચાલી રહ્યો છે.
પંજશીર અફઘાનિસ્તાનનું એકમાત્ર એવું પ્રાંત છે જ્યાં તાલિબાન સંપૂર્ણપણે કબજો જમાવી શક્યું નથી .
ઉલ્લેખનીય છે કે તાલિબાને જે સરકારની રચના કરી છે તેમાં આતંકવાદીઓની ભરમાર છે. તેમાં કોઈક તસ્કરી માટે પ્રતિબંધિત છે તો કોઈના માથે 73 કરોડનું ઈનામ રાખવામાં આવેલું છે. સાથે જ તાલિબાને 33 મંત્રીઓવાળી કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નથી આપ્યું.