ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ગભરાહટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન જલાલાબાદ શહેરમાં તાલિબાનોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરના લોકો તાલિબાનના ધ્વજને બદલે ઑફિસો પર અફઘાન ધ્વજને ફરીથી રજૂ કરવાની માગ કરવા માટે આજે રસ્તા પર ઊતરી આવ્યા હતા. જે બાદ તાલિબાન આકાઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ ગોળીબારમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગોળીબાર પહેલા હવામાં કરવામાં આવ્યો હતો. જે બાદ તાલિબાનીઓએ ફાયરિંગ કરી બે પ્રદર્શનકારીઓનો જીવ લીધો હતો. જોકે આ ફાયરિંગ વખતે ઘણા અફઘાનીઓ તાલિબાની આતંકીઓને સમજાવતા પણ નજરે ચડ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમુક લોકો આ તાલિબાનીઓને સમજાવીને એ જગ્યાથી હટી જવાનું કહી રહ્યા છે.
કરોડો રૂપિયા લઇ ભાગી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની ફસાયા, હાથ ધરાઈ આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે