News Continuous Bureau | Mumbai
‘સ્પોટીફાઈ’ એ વિશ્વની લોકપ્રિય મ્યુઝીક સ્ટ્રીમિંગ અને ડાઉનલોડ એપ્લિકેશન અને ઓનલાઈન/ ઓફલાઈન પ્લેટફોર્મ સેવા ગણાય છે. સ્પોટીફાઈ તેના ઉપયોગની સરળતા અને સસ્તા પ્લાન અને ઓફલાઈન મ્યુઝિક – આ મહત્વપૂર્ણ સેવાઓ એકસાથે અને અનેક ડિવાઇસ પર સરળ એક્સેસ ઉપલબ્ધ હોવાથી યંગસ્ટર્સમાં સ્પોટીફાઈ ખુબ જ લોકપ્રિય છે. જોકે રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સ્પોટીફાઈ તેની સેવાઓ રશિયામાં પ્રતિબંધિત કરવા જઈ રહ્યું છે.
જાણીતા ઑડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે આ મહિનાની શરૂઆતમાં રશિયામાં તેની ઓફિસ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી હતી. Spotify Technology SAએ જણાવ્યું હતું કે, તેઓ દેશના નવા મીડિયા કાયદાના જવાબમાં રશિયામાં તેની સ્ટ્રીમિંગ સેવાને સ્થગિત કરશે. સ્પોટીફાઈએ માર્ચ મહિનાની શરૂઆતમાં રશિયા સ્થિત તેમની ઑફિસને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી હતી, જે અંગે તેઓએ કારણ મોસ્કોના “યુક્રેન પર ઉશ્કેરણીજનક હુમલો” જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રશિયાએ એક નવો કાયદો ઘડ્યો છે જેમાં રશિયન સૈન્યને બદનામ કરી શકે તેવી કોઈપણ ઘટનાની જાણ કરવી – તેને ગેરકાયદેસર ઘોષિત કરે છે. Spotifyએ એ માનવાનું ચાલુ રાખ્યું છે કે આ પ્રદેશમાંથી વિશ્વસનીય, સ્વતંત્ર સમાચાર અને માહિતી પ્રદાન કરવા માટે રશિયામાં અમારી સેવાને કાર્યરત રાખવાનો પ્રયાસ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે, Spotifyએ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું. દુર્ભાગ્યવશ, તાજેતરમાં ઘડવામાં આવેલો નવો કાયદો અમારી માહિતીની ઍક્સેસને વધુ પ્રતિબંધિત કરે છે અને મુક્ત અભિવ્યક્તિને દૂર કરે છે, જેથી ચોક્કસ પ્રકારના સમાચારોને તે ગુનાહિત બનાવે છે અને તે Spotify ના કર્મચારીઓની સલામતી અને અમારા શ્રોતાઓની, અમારા યુઝર્સની સલામતી અને માહિતીની ગોપનીયતાની જાળવણીને પણ જાેખમમાં મૂકે છે. રશિયામાં સ્પૉટીફાઇની સેવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં સમાપ્ત થવાની શક્યતા છે.
આ અગાઉ અન્ય લોકપ્રિય ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવા, નેટફ્લિક્સે, આ મહિનાની શરૂઆતમાં રશિયામાં તેમની સેવાને સ્થગિત કરી દીધી હતી. જેનું કારણ તેઓએ રશિયન સરકારનો તેમની સેવામાં બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ વર્ણવ્યો હતો. આપને જણાવી દઈએ કે Spotify એ ઓડિયો સ્ટ્રીમિંગ અને મીડિયા સર્વિસ પ્રોવાઈડર છે જેની સ્થાપના ૨૩/૦૪/૨૦૦૬ના રોજ ડેનિયલ અને માર્ટિન લોરેન્ઝોન દ્વારા કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૧૮૦ મિલિયન પેઇંગ સબસ્ક્રાઇબર્સ સહિત ૪૦૬ મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સાથે સ્પોટીફાઇ એ સૌથી મોટા મ્યુઝિક સ્ટ્રીમિંગ સેવા પ્રદાતાઓમાંનું એક છે.
આ સમાચાર પણ વાંચો : ચીનના આ શહેરમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, બે તબક્કામાં ફરી આકરો લોકડાઉન; જાણો વિગતે