ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
મહંમદ પેગંબરનું વિવાદિત કાર્ટૂન બનાવનાર ડેન્માર્કના કાર્ટૂનિસ્ટ કર્ટ વેસ્ટરગાર્ડનું ૮૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. કર્ટ વેસ્ટરગાર્ડે પેગંબર મહંમદનો સ્કેચ દોર્યો હતો. જ્યારે કેટલાક લોકોએ આ કેરીકેચરને રચનાત્મકતા ગણાવ્યું હતું તો બીજી તરફ મુસ્લિમોના વિશાળ વર્ગેએની સામે આપત્તિ જતાવી હતી. બર્લિનસ્કે અખબારે રવિવારે તેમના મોતની ખબર છાપી હતી. તેમના પરિવારજનો કહે છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા.
વેસ્ટરગાર્ડ 1980ના દાયકાના પ્રારંભથી જ રૂઢિવાદી જિલ્લેન્ડ્સ-પોસ્ટેન અખબાર માટે કાર્ટૂન બનાવતા હતા, પરંતુ તેમને નામના વર્ષ 2005માં મળી હતી, જ્યારે તેમણે અખબારમાં વિવાદિત મહંમદ પેગંબરનું કાર્ટૂન બનાવ્યું હતું. જેની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. સેલ્ફ-સેન્સરશિપ અને ઇસ્લામની ટીકા કરવા હેતુ અખબારે વેસ્ટરગાર્ડના મહંમદ પેગંબર સહિત 12 કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં.
વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ
ઉલ્લેખનીય છે કે ઇસ્લામમાં મહંમદ પેગંબરના ચિત્રાંકનને પ્રતિબંધિત માનવામાં આવે છે અને વેસ્ટરગાર્ડે આ કારણોસર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અખબારના કાર્ટૂનથી ડેન્માર્કમાં વિરોધ પ્રદર્શન પણ થયાં હતાં. ઉપરાંત ડેનિશ સરકારને અનેક મુસ્લિમ દેશોના રાજદૂતોની ફરિયાદો પણ મળી હતી.
ફેબ્રુઆરી 2006માં સંપૂર્ણ વિશ્વમાં મુસલમોનોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં અને વેસ્ટરગાર્ડના કાર્ટૂન પર નારાજગી વ્યક્ત કરી હતી. એ દરમિયાન ફાટી નીકળેલા હુલ્લડમાં ઘણા ડેનિશ દૂતાવાસો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઘણા લોકો માર્યા ગયા હતા.