News Continuous Bureau | Mumbai
ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલના ગાયબ થવાથી હલચલ મચી ગઈ છે. માહિતી મળતા જ લોકોમાં ભયનો
માહોલ ફેલાઈ ગયો છે. દરમિયાન સરકારે સાવધાન રહેવા માટે એલર્ટ જાહેર કરી દીધું છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર ખનનમાં ઉપયોગ થતી એક રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ આ મહિને 10-16 જાન્યુઆરી વચ્ચે ટ્રકથી ખનન સાઈટ પર લઈ જતા સમયે ન્યૂમેન શહેર અને પર્થ શહેરની વચ્ચે ક્યાંક પડી ગઈ હતી. હાલ સુરક્ષા દળ અને રિસર્ચ ટીમ આને શોધી રહી છે. ત્યારે સરકારને એ વાતનો ડર છે કે ક્યાંક આને કોઈ ભૂલથી સ્પર્શી ના લે. કારણ કે આ ખૂબ જોખમી છે. આને સ્પર્શવાથી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કેપ્સ્યુલનું કદ
આ કેપ્સ્યુલ ચોખાના દાણા કરતા પણ નાની છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગે એક માહિતી શેર કરતા કહ્યું કે, કેપ્સ્યુલનો વ્યાસ 6 MM અને ઊંચાઈ 8 MM છે, જે ગોળાકાર આકારનો છે, જેનો રંગ સિલ્વર છે. ડિપાર્ટમેન્ટે એક તસવીર પણ જાહેર કરી છે.આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુંબઈ ઓફિસમાં પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથના નેતા અનિલ પરબની મુંબઈ ઓફિસમાં પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી.
કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ
ફાયર અને ઈમરજન્સી સેવા વિભાગે કહ્યુ કે સીજિયમ – 137 યુક્ત નાના સિલ્વર કેપ્સ્યૂલ ન્યુમેનના ઉત્તરથી પરિવહન દરમિયાન ખોવાઈ ગઈ. આ રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ ખનન કાર્યોમાં કરવામાં આવે છે. આ પદાર્થના સંપર્કમાં આવવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે.
એજન્સીએ કહ્યું કે આ રેડિયોએક્ટિવ કેપ્સ્યુલનો ઉપયોગ માઇનિંગ કામગીરીમાં ગેજની અંદર થાય છે. આ કેપ્સ્યુલના સંપર્કમાં આવવાથી બર્ન અથવા ગંભીર બીમારી થઈ શકે છે. રાજ્યની આરોગ્ય એજન્સીએ જણાવ્યું કે કેપ્સ્યુલને એક ટ્રકમાં ખાણમાંથી સ્ટોરેજ ફેસિલિટી સુધી લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન તે ટ્રકના વાઇબ્રેશનને કારણે ગેજ અલગ પડી ગયો અને પછી વસ્તુ તેમાંથી પડી ગઈ.
Join Our WhatsApp Community