News Continuous Bureau | Mumbai
વિમાનની મુસાફરીમાં 10 મિનિટનો વિલંબ કેટલો મોંઘો પડી શકે છે. તે જાપાનના 335 મુસાફરોને સમજાયું હશે કે જેઓ સાત કલાક હવામાં રહેવા છતાં પણ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા નહોતા. જાપાનના ફાકુઓકા એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી ન મળવાને કારણે પ્લેનને પાછું વળીને ઓસાકા એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ જાપાનની અગ્રણી એરલાઈન કંપની જાપાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર JL331 ટોક્યોના હાનેડા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. પ્લેન ફુકુઓકા એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. આ વિમાન 335 મુસાફરો સાથે ફુકુઓકા એરપોર્ટ પહોંચ્યું હતું, પરંતુ દસ મિનિટનો વિલંબ ભારે પડ્યો હતો.
આ કારણોસર લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી ન હતી
વાસ્તવમાં, ફુકુઓકા એરપોર્ટ પર રાત્રે 10 વાગ્યા પછી ઉતરાણ કરવાની મંજૂરી નથી. આ પછી ત્યાંની એરલાઇન્સ માટે કર્ફ્યુ લાગુ થઇ જાય છે. દસ મિનિટના વિલંબને કારણે અમે ફુકુઓકા પહોંચ્યા ત્યાં સુધીમાં દસ વાગી ગયા હતા. સમય મર્યાદા અને ત્યાં ઘણા બધા પ્લેન હોવાને કારણે આ પ્લેનને ફુકુઓકામાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને પરત ફરવું પડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમે બદલી વહીવટની રીત, વડાપ્રધાને G20 બેઠકમાં ગણાવ્યા UPIના ફાયદા
ફુકુઓકા લેન્ડ થવામાં નિષ્ફળ જતાં, નજીકના શહેર કિટાકયુશુમાં પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મુસાફરોને લઈ જવા માટે કોઈ બસ ઉપલબ્ધ નહોતી. જ્યારે પ્લેન કિટાકયુશુમાં ઉતરી શક્યું ન હતું, ત્યારે જાપાની ઉડ્ડયન સત્તાવાળાઓએ પ્લેનને ટોક્યો પરત લઈ જવાનું નક્કી કર્યું હતું. આ પછી, એરક્રાફ્ટને ટોક્યોના હનેદા એરપોર્ટ પર મોકલવામાં આવ્યું, પરંતુ ત્યારે જ ખબર પડી કે વિમાનમાં ઇંધણ ઓછું હતું. આના પર ઓસાકા એરપોર્ટ પર વિમાનને લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન પ્લેનમાં સવાર 335 મુસાફરો ખૂબ જ પરેશાન થઇ ગયા હતા. આ મુસાફરો સાત કલાક સુધી હવામાં રહ્યા બાદ પણ ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા. તેને ઓસાકામાં રોકવામાં આવ્યા અને પછી તેમને વહેલી સવારની ફ્લાઈટમાં ફુકુઓકા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.
Join Our WhatsApp Community