બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્યૂબાની મહિલાઓની લાંબી રાહનો અંત આવ્યો છે. 60 વર્ષમાં પ્રથમ વખત ક્યૂબાની મહિલાઓ સ્પર્ધાત્મક બાઉટ્સમાં ભાગ લઈ શકશે
બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્યૂબાની મહિલાઓની લાંબી રાહનો અંત આવ્યો છે. 60 વર્ષમાં પ્રથમ વખત ક્યૂબાની મહિલાઓ સ્પર્ધાત્મક બાઉટ્સમાં ભાગ લઈ શકશે. ક્યૂબાના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે 60 વર્ષના પ્રતિબંધ બાદ મહિલા બોક્સરોને સ્પર્ધાત્મક રીતે સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે.
ક્યૂબાની નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (INDER)ના વાઇસ પ્રેસિડેન્ટ એરિયલ સાન્ઝે જણાવ્યું હતું કે ક્યૂબામાં મહિલાઓ પણ બોક્સિંગ કરશે. મહિલાઓ ક્યૂબાને મેડલ ટેબલમાં ટોચ પર લઈ જશે. અમારી પાસે કાયદો છે. હવે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હશે.
જેમાં 42 મહિલાઓ વચ્ચે સ્પર્ધા થશે
INDER એ જાહેરાત કરી કે તેઓ આ મહિને 42 મહિલા બોક્સરો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરશે, ત્યારબાદ 12 સભ્યોની મહિલા ટીમની પસંદગી કરવામાં આવશે. ટીમ અલ સાલ્વાડોરમાં સેન્ટ્રલ અમેરિકન અને કેરેબિયન ગેમ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરશે.
આ સમાચાર પણ વાંચો: Mirabai Chanu Wins Silver: મીરાબાઇ ચાનૂએ રચ્યો ઇતિહાસ,વેઇટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો સિલ્વર મેડલ
અન્ય રમતોમાં મંજૂરી છે, બોક્સિંગમાં નહીં
અધિકારીઓએ સમજાવ્યું નથી કે ક્યૂબામાં મહિલાઓને બોક્સિંગ પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે મહિલાઓને કુસ્તી, વેઈટલિફ્ટિંગ, કરાટે, તાઈકવૉન્ડો અને જુડોમાં ભાગ લેવાની છૂટ છે.
લાંબી લડાઈ પછી ખુશ મહિના
લેગ્નિસ કાલા માસો જેવા બોક્સરોને સ્પર્ધાત્મક બોક્સિંગમાં ભાગ લેવાની મંજૂરી મળતા ખૂબ જ આનંદ થાય છે,જે દિવસની તેઓ સાત વર્ષ પહેલા બોક્સિંગ શરૂ કરી ત્યારથી રાહ જોઈ રહ્યા હતા. કાલા માસો જેવી મહિલા બોક્સરોએ આ સ્વીકૃતિ મેળવવા માટે વર્ષોથી સખત સંઘર્ષ કર્યો છે. “હંમેશા એવું કહેવામાં આવતું હતું કે બોક્સિંગ ક્યુબન મહિલાઓ માટે નથી, તે હંમેશા એક સમસ્યા હતી,” કાલા માસોએ કહ્યું. જુઓ અમે અત્યારે ક્યાં છીએ, અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે અહીં પહોંચીશું.
ઓલિમ્પિક બોક્સિંગમાં ક્યૂબાનું વર્ચસ્વ
ક્યૂબા તેના બોક્સિંગ માટે વિશ્વભરમાં જાણીતું છે. તેણે વિશ્વને ફેલિક્સ સાવન, ટેઓફિલો સ્ટીવેન્સન અને જુલિયો સીઝર લા ક્રુઝ જેવા મહાન બોક્સર આપ્યા છે અને તેની પાસે ઓલિમ્પિકમાં ડઝનેક મેડલ છે. ક્યૂબાએ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં 41 ગોલ્ડ મેડલ જીત્યા છે. ઓલિમ્પિકમાં બોક્સિંગમાં સૌથી વધુ મેડલ જીતવાના મામલે આ દેશ બીજા ક્રમે છે. ટોચ પર અમેરિકા છે જેણે 50 ગોલ્ડ સહિત કુલ 117 મેડલ જીત્યા છે. ક્યૂબાના કુલ મેડલ 78 છે.
આ સમાચાર પણ વાંચો: તમિલનાડુમાં ભીમરાવ આંબેડકરનું કરી દીધું ભગવાકરણ, પોસ્ટર લગાવવા પર બબાલ
IOCએ મંજૂરી આપી હતી
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ 2009માં જાહેરાત કરી હતી કે મહિલાઓ પણ બોક્સિંગમાં ભાગ લેશે. ત્રણ વર્ષ પછી મહિલા બોક્સરોએ 2012 લંડન, 2016 રિયો ડી જાનેરો અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.
Join Our WhatsApp Community