News Continuous Bureau | Mumbai
દેશની વસ્તી વધારવા માટે ચીન સતત નવા પ્રયાસો કરી રહ્યું છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તી વધારવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. હવે દહેજ પ્રથા અને મોંઘા લગ્નો સામે પણ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. આ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિવાય ચીન સરકાર દ્વારા મહિલા દિવસ પર ઘણી જગ્યાએ સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. લગ્નમાં ઘણો ખર્ચ થાય છે. આ કારણે ઘણા લોકો લગ્ન પણ નથી કરતા. ચીનની સરકારે આ પરંપરાને ખતમ કરવાની જાહેરાત કરી છે.
ચીનમાં વધુ બાળકો પેદા કરવા માટે લોકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ચીનમાં રૂઢિચુસ્ત સમાજ છે અને ત્યાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં ચીનની સરકાર વસ્તી વધારવા માટે આવા ઘણા ઉપાયો અપનાવી રહી છે, જે જાણીને આશ્ચર્ય થાય છે. ચીનના સિચુઆન પ્રાંતે નિયમોમાં ફેરફાર કર્યો છે અને હવે તેણે એવા માતા પિતાને પ્રસૂતિ રજા અને તબીબી ખર્ચ આપવાનું શરૂ કર્યું છે જેમણે લગ્ન કર્યા નથી.
સિચુઆન માં હવે અપરિણીત માતાઓને પણ તે સરકારી સુવિધાઓનો લાભ મળશે, જે અત્યાર સુધી માત્ર પરિણીત યુગલોને જ મળતી હતી. સિચુઆન એ ચીન નો 5 મો સૌથી મોટો પ્રાંત છે. તેની વસ્તી લગભગ સાડા આઠ કરોડ છે, જે ઘટી રહી છે. આ કારણોસર, સિચુઆન પ્રાંતે દેશના અન્ય ભાગો કરતા એક પગલું આગળ વિચાર્યું છે. દેશની ત્રણ-બાળકની નીતિને બદલે, સિચુઆને બાળકોની સંખ્યા પરના તમામ નિયંત્રણો દૂર કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ
સંતાન પ્રાપ્તિ માટે 30 દિવસની પેઇડ મેરેજ લીવ
સરકારે અહીં નવવિવાહિત યુગલોને સંતાન પ્રાપ્તિ માટે 30 દિવસની પેઇડ મેરેજ લીવ આપવાની જાહેરાત કરી છે. તેનો હેતુ એ છે કે પતિ-પત્ની એકબીજા સાથે સમય વિતાવી શકે અને વસ્તી વધારવામાં ભાગીદાર બની શકે. અગાઉ ચીનમાં લગ્ન માટે માત્ર ત્રણ દિવસની પેઈડ લીવ મળતી હતી.
Join Our WhatsApp Community