Wednesday, March 29, 2023

મોરેશિયસમાં ત્રાટક્યું ચક્રવાત ફ્રેડી; ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી, ફ્લાઈટ્સ રદ

મોરેશિયસમાં આકાશી વાવાઝોડાએ લોકોની સામે મોટું સંકટ ઊભું કર્યું છે. વાસ્તવમાં, સોમવારે અહીં ચક્રવાત ફ્રેડી ટકરાવાથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી વધુ ભયાનક છે

by AdminH
Cyclone Freddy leaves over 300 dead in Southeastern Africa

News Continuous Bureau | Mumbai

મોરેશિયસમાં આકાશી વાવાઝોડાએ લોકોની સામે મોટું સંકટ ઊભું કર્યું છે. વાસ્તવમાં, સોમવારે અહીં ચક્રવાત ફ્રેડી ટકરાવાથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી વધુ ભયાનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે પવનની ઝડપ 280 કિલોમીટર અથવા 170 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આ ચક્રવાતને વર્ગ-3 શ્રેણીનું ચક્રવાત ગણાવ્યું છે.

ઘણી ફ્લાઈટ્સ-સ્ટોક એક્સચેન્જ બંધ

ટાપુ રાષ્ટ્રે ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને ઘણી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે અને તેના સ્ટોક એક્સચેન્જને બંધ કરી દીધા છે. આટલું જ નહીં, લોકોને કોઈપણ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે દેશમાં કોઈ સરકારી સેવાઓ કાર્યરત નથી, જ્યારે દુકાનો, બેંકો અને પેટ્રોલ સ્ટેશનો બંધ હતા અને જાહેર પરિવહન સ્થગિત ઠપ હતું. હવામાન એજન્સીએ જણાવ્યું કે ચક્રવાત ફ્રેડી આઇલેન્ડ નજીક ઉત્તરમાં લગભગ 120 કિલોમીટરના અંતરે પસાર થયું અને લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું.

લોકોને દરિયામાં ન જવાની સલાહ

હવામાન એજન્સીએ કહ્યું કે જો ચક્રવાત થોડું નબળું પડશે તો પણ વાવાઝોડું અને જોરદાર પવન ચાલુ રહેશે. દરિયામાં સાત મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકાર ચાલુ રહેશે. તેથી, લોકોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે લોન માટે IMF સમક્ષ ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન, માંગણીઓ પૂરી કરવા માટે પાસ કર્યું બિલ

મોરેશિયસના વડાપ્રધાને સાવચેતી રાખવા અપીલ કરી

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથે નાગરિકોને તમામ જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, ચક્રવાત ફ્રેડી એક અત્યંત ગંભીર ચક્રવાત છે જે મોરેશિયસ, રોડ્રિગ્સ અને સેન્ટ-બ્રાંડન ટાપુઓ માટે સીધો ખતરો છે. મોરેશિયસ એરપોર્ટ્સે જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સોમવારથી આગામી સૂચના સુધી બંધ રહેશે. મેડાગાસ્કર પણ ચક્રવાત ફ્રેડી માટે તૈયારી કરી રહ્યું છે, જે મંગળવારે મોડી રાત્રે લેન્ડફોલ થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous