News Continuous Bureau | Mumbai
વિશ્વ હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. દરમિયાન ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı?
🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb
— Fatma Şahin (@FatmaSahin) February 11, 2023
આવા જ એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કેટલાંક નવજાત બાળકો ઈન્ક્યુબેટર્સમાં સૂઈ રહ્યાં છે. ત્યારે જ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજવા લાગે છે અને બે નર્સ આવીને ઈન્ક્યુબેટરને પકડી રાખે છે, જેથી એ પડી ન જાય અને બાળકોને કોઈ પ્રકારનો આંચકો ન લાગે.
ઉલ્લેખનીય છે કે ગત 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં 3 મોટા ભૂકંપ આવ્યા હતા. એને કારણે તુર્કીના 10 શહેરની સાથે સિરિયામાં પણ વિનાશ સર્જાયો હતો. અત્યારસુધીમાં 29 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. લગભગ 80 હજાર લોકો ઘાયલ થયા છે.
આ સમાચાર પણ વાંચો : કેન્સરે લીધો વધુ એક નેતાનો ભોગ.. મહારાષ્ટ્ર બીજેપીના આ ધારાસભ્ય નું થયું નિધન..
Join Our WhatsApp Community