News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની હાલત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાન સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયું છે. અહીંના વડા પ્રધાન શાહબાઝ શરીફ અનેક દેશો પાસેથી લોન માગી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનમાં વધુ એક નવી સમસ્યા સામે આવી છે. જેના કારણે લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થવાને કારણે વીજ સંકટની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, કરાચી લાહોર સહીતના મોટા ભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ છે.
નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ફેલ
મીડિયા અહેવાલો પ્રમાણે, પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે કહ્યું છે કે સોમવારે સવારે લગભગ સાત વાગ્યે પાકિસ્તાનની નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિક્વન્સી ફેલ થઈ છે. તેને કારણે દેશભરમાં પાવર સિસ્ટમ પ્રભાવિત થતા વીજળી ગુલ થઈ છે. તેનું સમારકામ હાથ ધરાયું છે. પાકિસ્તાનના મીડિયા પ્રમાણે, કરાચી, લાહોરના ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
મેટ્રો સેવા પ્રભાવિત
પાકિસ્તાનના કરાચી, લાહોર, ક્વેટા સહિત બલૂચિસ્તાનમાં પાવર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. વીજળીના અભાવે મેટ્રો સેવા ઠપ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે, જે ખૂબ મોંઘું બની રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત
ટ્રાન્સમિશન લાઈનમાં ટેકનિકલ ખામી
ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલતાન, કરાચી ઉપરાંત મોલ રોડ, કેનાલ રો અને લાહોરના અન્ય વિસ્તારો સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લાઓમાં લોકો પાવર કટનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સમિશન લાઈનમાં ટેક્નિકલ ખામીને કારણે સિંધ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને ઈસ્લામાબાદમાં વીજળી નથી.
Join Our WhatsApp Community