અમેરિકાએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું કે ભારત તેનો વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદાર છે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના ઉકેલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક વાતચીતને સમર્થન આપે છે. જો કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે બંને પાડોશી દેશોએ આ નિર્ણય જાતે લેવાનો છે.
અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાને ભારતમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોના મુખ્ય ન્યાયાધીશો ની બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. આ બેઠક 10 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે.
અમેરિકી વિદેશ મંત્રાલયે આ વાત કહી
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલના પત્રકારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ના પ્રવક્તા નેડ પ્રાઇસ ને પૂછ્યું, “પાકિસ્તાને ઘણી વખત ભારત સાથે શાંતિ મંત્રણા કરવાની ઓફર કરી છે. પરંતુ ભારત સરકાર તેને ટાળવાનો પ્રયાસ કરે છે. તેથી જ્યારે તમે (નેડ પ્રાઇસ) ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરો છો. તેઓ કયા કારણો આપે છે? ભારત બાકી મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે કેમ વાત કરવા માંગતું નથી?
આના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું, “હું ભારત અને પાકિસ્તાન બંનેને જે સંદેશ મોકલ્યો છે તેના વિશે વાત કરીશ. અમે રચનાત્મક વાતચીતનું સમર્થન કરીએ છીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા જૂના વિવાદોને ઉકેલવા માટે અમે કૂટનીતિને સમર્થન આપીએ છીએ. અમારી બંને દેશો સાથે ભાગીદારી છે. એક ભાગીદાર દેશ તરીકે, અમે તેમને યોગ્ય લાગે તે કોઈપણ પ્રક્રિયાને સમર્થન આપવા માટે તૈયાર છીએ. પરંતુ આખરે તો ભારત અને પાકિસ્તાને જ તેમના પોતાના નિર્ણયો લેવાના રહેશે.”
આગળના પ્રશ્ન તરીકે, પાકિસ્તાની પત્રકારે પુછ્યું, “વિશ્લેષકો માને છે કે યુએસ પાસે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની શક્તિ અને સત્તા છે, તો તમે શા માટે મધ્યસ્થી નથી કરતા?”
આ સમાચાર પણ વાંચો : દિલ્હીથી બિહાર સુધી લાલુ યાદવના 15 ઠેકાણાઓ પર EDના દરોડા, તેજસ્વી-મીસા અને સંબંધીઓ પણ રડાર પર
આના જવાબમાં પ્રાઇસે કહ્યું, “કારણ કે આ નિર્ણયો દેશો દ્વારા જ લેવામાં આવે છે. જો તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ માટે ચોક્કસ ભૂમિકા માટે સંમત થાય છે, તો બંને દેશોના સહયોગી તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ તે પ્રક્રિયાને સમર્થન આપવા માટે તૈયાર છે. જે તેઓ જવાબદારી પૂર્વક કરી શકે છે. પરંતુ અમેરિકા એ નિર્ણય ન કરી શકે કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે. અમે જે કરી શકીએ તે છે રચનાત્મક વાતચીતનું સમર્થન. અમે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક વાતચીત અને અર્થપૂર્ણ કૂટનીતિ નો સમર્થન આપીએ છીએ.”
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા વાટાઘાટો માટે વારંવાર વિનંતી કર્યા પછી ભારતે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને SCO સમિટની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ પાકિસ્તાને 10 થી 12 માર્ચે નવી દિલ્હીમાં યોજાનારી ન્યાયાધીશોની બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જે ભારતમાં યોજાનારી SCO ચીફ જસ્ટિસની બેઠકમાં ભાગ લેશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે SCOના સક્રિય સભ્યો માંના એક તરીકે, પાકિસ્તાન SCOની તમામ પ્રવૃત્તિઓમાં નિયમિતપણે ભાગ લે છે અને તેના પરિણામોમાં તેનું રચનાત્મક યોગદાન આપે છે.
પાકિસ્તાને અફસોસ વ્યક્ત કર્યો છે કે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશોની નિર્ધારિત બેઠકની તારીખો પર તેમની અનિવાર્ય પ્રતિબદ્ધતાને કારણે ન્યાયાધીશોની SCO બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીના નિવેદન પર ગુસ્સે ઉપરાષ્ટ્રપતિ, કહ્યું- જો હું ચૂપ રહીશ તો બંધારણની ખોટી બાજુ પર રહીશ
Join Our WhatsApp Community