News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના પેશાવર શહેરમાં ફિદાયીન હુમલાના સમાચાર છે. પ્રાથમિક માહિતી મુજબ પોલીસ લાઈન્સમાં બનેલી મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો. મીડિયા અનુસાર મસ્જિદ નમાઝ પડતા હતા તે દરમિયાન આ વિસ્ફોટ થયેલો હતો. વિસ્ફોટમાં 90 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
پشاور میں پولیس لائنز کی مسجد میں نماز ظہر کے دوران دھماکے کے نتیجے میں ابھی تک کی اطلاعات کے مطابق 50 افراز زخمی ہیں۔#Peshawar pic.twitter.com/XxRn1dFA7u
— Khurram Iqbal (@khurram143) January 30, 2023
અહેવાલો અનુસાર કરવામાં આવ્યું છે કે, જેમાં ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. જોકે હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો: આનંદો, મહારાષ્ટ્રના ફાળે વધુ બે વંદે ભારત આવી. PM નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર માટે 2 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે
Join Our WhatsApp Community