News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં કેટલીક ટોચની કંપનીઓની બ્યૂટી પ્રોડક્ટસમાં કેટલાંક એવાં કેમિકલ મળી આવ્યાં છે જે કેમિકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર છે. આ કેમિકલોને ખતરનાક બીમારીઓ સાથે જોડવામાં આવે છે. બ્રિટનમાં આનો ઉપયોગ ગેરકાયદે નથી, પરંતુ તેમના પર યુરોપિયન યુનિયનના પાંચ સભ્ય દેશોમાં પ્રતિબંધ મૂકવા માટેના પ્રસ્તાવ આવી રહ્યા છે. જેના કારણે બ્રિટનમાં હવે આશરે 30 એનજીઓએ પીએફએસએ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. પોલી એન્ડ પરફ્યુરોએલ્કિલ ઘટક અથવા તો પીએફએસએ તેલ અને પાણી માટે પ્રતિરોધક તરીકે છે, જેના કારણે મેકઅપ ઉદ્યોગમાં તેનું મહત્ત્વ ખૂબ વધારે છે. તેની ડિમાન્ડ પણ વધારે છે.
આ મેકઅપને વધારે ટકાઉ, ફિનિશને વધુ યોગ્ય બનાવે છે. આઇ શેડો તેમજ લિપસ્ટિકના કલરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ભેળવી દેવામાં આવે છે. હકીકતમાં પીએફએએસમાં રસાયણિક બોન્ડ મજબૂત હોય છે, જે કુદરતી રીતે તૂટતા નથી. જેથી જ્યારે આનાથી બનેલી બ્યૂટી પ્રોડક્ટસને ધોઈને સાફ કરાય છે ત્યારે તે નદી અને માટીમાં જમા થઇ જાય છે. માનવીના લોહીમાં પણ તેનું પ્રમાણ મળી આવ્યું છે. બજારમાં આવી ડઝન જેટલી પ્રોડક્ટો મળી રહી છે, જેમાં ઘાતક કેમિકલ છે. આ કેમિકલ કેન્સર, જન્મ સંબંધિત વિકૃતિઓ અને થાઇરોઇડ જેવી બીમારી ફેલાવે છે. અભ્યાસમાં પીએફએએસને પ્રાણીઓના સંપર્કમાં લવાયા બાદ જન્મ સંબંધી વિકૃતિ, લિવરને નુકસાન અને અન્ય ખતનાક બીમારી થતી હોવાની બાબત સપાટીએ આવી છે.કેનેડામાં ટોરેન્ટો યુનિવર્સિટીમાં પર્યાવરણ કેમિસ્ટ પ્રોફેસર મિરિયમ ડાયમંડના કહેવા મુજબ આ કેમિકલના વધારે પ્રમાણથી નુકસાન થાય છે. ગ્રાહકોને ઓછાં કેમિકલવાળી પ્રોડક્ટોથી પણ સાવધાન રહેવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો:PAN નંબર જ બની શકે છે “બિઝનેસ આઈડી”, બજેટમાં મોટી જાહેરાત અપેક્ષિત