ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શુક્રવાર
એક સૈનિકને તેના ગુપ્તાંગ પર નાઝીનું ટેટુ લગાડવા બદલ કેદની સજા કરવામાં આવી છે. તેના પર નાઝી વિચારધારાને જાહેરમાં ટેકો આપવાનો આરોપ છે. આ સૈનિક ઑસ્ટ્રિયાનો છે અને તેને ઓસ્ટ્રિયન કોર્ટે 19 મહિનાની જેલની સજા ફરમાવી છે. આ દેશના કાયદા હેઠળ, નાઝી વિચારધારાને ટેકો આપવો એ એક ગુનો છે. એ મુજબ આ સૈનિકને સજા આપવામાં આવી છે.
સૈનિકનું નામ જાહેર કરાયું નથી. તેણે તેના જનનાંગ પર નાઝી ટેટુ લગાવી દીધું હતું. તેણે પોતાના આ ફોટા વાયરલ પણ કર્યા હતા. તેણે આ ટેટુ દારૂના નશામાં સાથીઓને પણ બતાવ્યું હતું. બાદમાં જ્યારે તેના પર કાર્યવાહી કરવામાં આવી ત્યારે નાઝી વિચારધારાને ટેકો આપવાનો આરોપ મુકાયો હતો.
મોબાઈલ બચાવવા જતા હજી વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે જ્યારે આ કેસમાં તેની કબૂલાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની ખરાબ કંપની પર દોષનો ટોપલો નાખ્યો છે. જ્યારે ટેટુ લગાવવામાં આવ્યું ત્યારે મેં વ્હિસ્કીની બે બોટલ પીધી. હવે જ્યારે ટેટુ ચાલ્યું ગયું છે, ત્યારે તેણે કોર્ટમાં કહ્યું છે કે “હવે હું સુધરી ગયો છું અને હું તમને ખાતરી આપી શકું છું કે હું ફરીથી ક્યારેય આવું કામ નહીં કરીશ.”