ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ભીષણ થઇ રહ્યું છે. શુક્રવારે યુક્રેનના રસ્તાઓ પર રશિયન ટેન્ક જોવા મળી હતી. રશિયન ટેન્કો સામે આવી રહેલી તમામ લોકો અને વસ્તુઓને કચડીને આગળ વધી રહી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં રશિયન ટેન્ક રસ્તા પર રહેલી કારોને કચડીને આગળ વધી રહી છે.
આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે. જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર ધસમસતી જઈ રહેલી રશિયન ટેંક સામેથી આવી રહેલી એક કારને એવી અડફેટે લે છે કે કારનો એક જ સેકન્ડમાં કચ્ચરઘાણ નીકળી જાય છે. જોકે સુખઃદ વાત એ રહી કે કારમાં સવાર વૃદ્ધનો જીવ બચી ગયો.
Barbaric Russians run over a car of a civilian in Kyiv pic.twitter.com/C3j5CsLnrN
— Mykhailo Golub (@golub) February 25, 2022
આ દરમિયાન કારની આસપાસ રહેલા યુવકો કારનો ગેટ ખોલીને વૃદ્ધને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તે લોકોને લોખંડના સળીયાથી ગેટને તોડવાનો પ્રયાસ પણ કરતા જોઈ શકાય છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો છે તેમજ ક્યારે લેવાયો છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી મળી શકી.
#Ukraine
A man was taken out alive from a car that was under the tank. pic.twitter.com/EYsIno0fwN— Lilit Siminyu (@_Leilaa_23) February 25, 2022
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની કટકોટી અસર કરશે રિયલ એસ્ટેટને .ઘર ખરીદવા હજી મોંઘા પડશે. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસનાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 137 હીરોઝે તેમનો જીવ ગુમાવ્યો છે. જેમાં 10 સૈન્ય અધિકારી પણ છે. સાથે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે 1000થી વધુ રશિયન સૈનિકોને ઠાર માર્યા છે.