ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
આગામી સમયમાં ધરોની કિંમતમાં હજી વધારો થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરી એક વખત મંદી જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાનું કહેવામાં આવે છે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન વિસ્તારના રિટલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીની એપેક્સ બોડી ગણાતી ધ કોન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયાના (ક્રેડાઈ)ના દાવા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે સિમેન્ટ જેવા કાચા માલના ભાવમાં વધારો થઈ શકે છે અને તેને કારણે ઘરની કિંમતમાં વધારો થઈ શકે છે.
ક્રેડાઈના પદાધિકારીના કહેવા મુજબ વર્તમાન સ્થિતિમાં ક્રૂડ તેલના ભાવ સતત વધ્યા છે. જેની અસર ભારતમાં સિમેન્ટના ઉત્પાદકોને થશે. સિમેન્ટ ઉત્પાદકો પહેલાથી જ કાચા માલ અને ઈંધણના ખર્ચથી પરેશાન છે, તેમાં હવે તેમની તકલીફમાં હજી વધારો થવાની શક્યતા છે.
વાહ!! હવે શિવડીથી સીધા પુણે પહોંચી શકાશે. આટલા કલાકની થશે બચત.. જાણો વિગત
એસોસિએશનના કહેવા મુજબ સિમેન્ટ ઉદ્યોગ 60થી 65 ટકા સીધો કે પરોક્ષ રીતે ક્રૂડના ભાવ સાથે જોડાયેલો છે. તેથી તેની અસર રીયલ એસ્ટેટ ઉદ્યોગને થવાની જ છે. બાંધકામના કાચામાલમાં ભાવમાં 20થી 30 ટકાનો વધારો થવાની ડેવલપરના પ્રોજેક્ટની કિંમતમાં પણ અસર થયા વગર રહેશે નહીં.