News Continuous Bureau | Mumbai
નેપાળના પોખરામાં યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. તેમાં 72 મુસાફરો હતા. તેમાંથી 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન પોખરા એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું.
સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAL) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યતિ એરલાઈન્સની ફ્લાઈટ 9N-ALC ATR-72એ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ટેકઓફ કર્યું હતું. તે પોખરા પહોંચી હતી, જ્યાં લેન્ડિંગના થોડા સમય પહેલા જ સવારે 11 વાગ્યે અકસ્માત થયો હતો. વિમાન સેતી નદીની ખીણમાં ક્રેશ થયું હતું. આ સ્થળ જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટની વચ્ચે આવેલું છે. વિમાનમાં 68 મુસાફરો અને 4 એર ક્રૂ સવાર હતા. કુલ મુસાફરોમાં 11 વિદેશી નાગરિકો હતા.
અનેક શબ મળી આવ્યા
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્રેશ થયેલા વિમાનમાં 11 વિદેશી નાગરિકો સહિત કુલ 68 મુસાફરો સવાર હતા. જ્યારે 41 મહિલા અને 27 પુરૂષ મુસાફરો હતા. નવીનતમ માહિતી અનુસાર, 42 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
વડાપ્રધાન અને ગૃહમંત્રી મોનીટરીંગ કરી રહ્યા છે
પ્લેન ક્રેશની માહિતી મળતાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ગૃહમંત્રી રબી લામિછાણે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ અહીં રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ એરપોર્ટના કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા.
જુવો વિડીયો
नेपाल के पोखरा में येती एयरलाइन का विमान क्रैश , विमान काठमांडू से पोखरा जा रहा था । विमान में 68 यात्री और 4 क्रू मेम्बर द । 8 विदेशी यात्री बताए जा रहे है । हादसे से पहले विमान अपना कंट्रोल खोता नज़र आया । #nepal #YetiAirlines #pokhra #planecrash #yeti pic.twitter.com/4Hiy1TpwXD
— Mrityunjay Singh मृत्युंजय सिंह (@MrityunjayNews) January 15, 2023
#Nepal
72 passengers were on board. Plane crash at Pokhra International Airport. pic.twitter.com/igBoObcCDm— Aishwarya Paliwal (@AishPaliwal) January 15, 2023