‘બ્લીચ એટલે ( bleaching ) ચહેરાની ત્વચા ( face ) પર લગાડવાથી ચહેરાના વધારાના વાળનો કલર ગોલ્ડન અથવા સ્કીન કલર જેવો થાય તેને બ્લીચ કહે છે.’ જેનાથી ચહેરાની ત્વચા નિખરે છે. ચામડી પરના વાળ ગોલ્ડન અથવા સ્કીન કલરના થાય જેથી વાળ દેખાતા નથી, ચહેરાની સ્કિન ગોરી લાગે છે. ચામડી સોફ્ટ અને ક્લીન બને છે ચહેરા પર પીમ્પલ્સ અને ડાઘ હોય તે દૂર થાય છે. ચામડીમાં સાઇનિંગ આવે છે પરંતુ, ઘણીવાર બ્લીચ થી ગેરફાયદા વધુ થતા હોય છે જેનાથી ચામડી પર રીએક્શન પણ આવી શકે છે. બ્લીચનું નોલેજ ન હોય તો બ્લીચ ન કરવું જોઈએ. નહીં તો ચહેરા પર ડાઘ પણ થઈ જાય છે. ચહેરો કાળો પણ થઈ શકે છે. પિરિયડ આવ્યું હોય તો ત્રણ દિવસ સુધી બ્લીચ ન કરવું, પ્રેગ્નન્સી વખતે બ્લીચ ન કરવું આ વખતે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ હોય છે જો પિરિયડ કે પ્રેગ્નન્સી વખતે બ્લીચ કરવામાં આવે તો રિએક્શન આવવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: એલર્ટ / ડાઈટમાંથી આવી રીતે ઘટાડો નમકની માત્રા, નહીંતર થઈ શકે છે હાઈ બ્લડ પ્રેસરનું જોખમ
જો વારંવાર બ્લીચ કરવામાં આવે તો ત્વચામાં કાળા ધબ્બા જોવા મળે છે.
પોતાની ત્વચા અનુસાર અને ટાઈમ અનુસાર બ્લીચ કરવું જોઈએ.
તાવ આવે તો પણ બ્લીચ ન કરવું જોઈએ.
ઓછામાં ઓછા 25 દિવસ કે તેથી વધારે દોઢ મહિના પછી બ્લીચ કરવું.
20 વર્ષ પછી જ બ્લીચ કરવું જોઈએ.
આમ ચહેરાને ગોરો દેખાડવાની હોડમાં કદાચ ઉંધી અસર ના થાય તે માટે યોગ્ય રીતે બ્યુટિશિયન ની સલામ મુજબ બ્લીચ વાપરવું જોઈએ.