News Continuous Bureau | Mumbai
મેનિક્યોર કેમ બન્યુ આકર્ષક?
હાથમાં કરવામાં આવતા મસાજ તથા ક્લિનઅપને મેનિક્યોર કહે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે. મેનિક્યોર કરવાથી હાથ ક્લીન થાય છે સાથે સાથે નખને શેપ આપી શકાય છે તથા ક્લીન થાય છે. મેનિક્યોરથી હાથને મસાજ મળે છે. જો આ વિશે નોલેજ ન હોય તો મેનિકયોર ન કરવું, પિરિયડમાં હોય તો ન કરવું, હાઈડ્રોજન પેરોક્સાઈડ જો વધારે નખાઈ જાય તો હાથમાં ખંજવાળ આવી શકે છે. હાથ પર વધારે વજન આપીને મસાજ ન કરવી નહીં તો હાથના હાડકામાં દુખાવો થઈ શકે ને સોજો આવવાનો સંભવ છે. નખ ક્લીનર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું નહીં તો લોહી નીકળવાનો સંભવ છે.
૧૫ વર્ષ પછી જ મેનિક્યોર કરાવવામાં આવે તો ઉત્તમ અને ઓછામાં ઓછા ૧૫ દિવસ પછી જ મેનિક્યોર કરવું. જાતે ઘરે સિમ્પલ મેનિક્યોર કરી શકાય જેમાં ગરમ પાણી, લીંબુનું શેમ્પૂ, બે થી ત્રણ ઢાંકણા હાઈડ્રોજન પેરોક્સાઈડ, ચારથી પાંચ ટીપા નેલ પોલિસ રીમુવર ની જરૂર પડતી હોય છે. જે નેલ પોલીસ કાઢવા કામ લાગે છે. તે ઉપરાંત ફ્રુટ સ્કેચર, બે નેપકીન પેટ્રોલિયમ જેલી, એક કટોરી, નેલ ફાઇલર, સાઈનર તેમજ અંતમાં હાથ પર લગાડવા પેક જેમાં ગુલાબજળ અને મુલતાની માટી કે પછી તૈયાર મળતો પેક વાપરી શકાય છે. જેનાથી હાથ એકદમ સ્વચ્છ અને ગોરા દેખાશે. તેમજ નખ ઉપર સારુ નેલપોલીસ કરી હાથને વધુ આકર્ષક બનાવી શકાય.
આ સમાચાર પણ વાંચો: જો પૈસાનો વરસાદ થવાનો હોય તો જોવા મળે છે આ સંકેતો, પુરુષો અને સ્ત્રીઓમાં અર્થ અલગ-અલગ છે