News Continuous Bureau | Mumbai
આપણામાંના મોટાભાગના લોકો પાણી પીધા વિના ભોજન ખાતા નથી. જ્યારે ભોજન વચ્ચે થોડું પાણી પી લેવુ ઠીક છે, જો કે ભોજન દરમિયાન અથવા પછી વધુ પડતું પાણી પીવું એ સારી બાબત નથી. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે, ભોજન કર્યા પછી 30 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. એક ઈન્ટરવ્યુમાં માસ્ટરશેફ ઈન્ડિયાના જજ અને લોકપ્રિય શેફ રણવીર બ્રારે આયુર્વેદ મુજબ પીવાના પાણીના શેડ્યૂલ વિશે વાત કરી. રણવીરે જણાવ્યું હતું કે, આયુર્વેદમાં લખ્યું છે કે ભોજન પહેલાંનું પાણી અમૃત છે, ભોજન સાથેનું પાણી આનંદ છે, જમ્યા પછી તરત જ પાણી ઝેર છે અને જમ્યાના એક કલાક પછીનું પાણી બળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેના કારણે તમારું ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. જેના કારણે તમને ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
ખોરાક ખાધાના કેટલા સમય પછી પાણી પીવું ?
જો શક્ય હોય તો, ખોરાક ખાવાના અડધા કલાક પહેલા પાણી પીવો. તેનાથી ભૂખ ઓછી લાગશે અને તમે વધુ પડતું ખાવાનું ટાળશો. તે જ સમયે, ખોરાક ખાવાના અડધા કલાક પછી પાણી પીવું યોગ્ય છે.
પાણી પીવાના બેઝિક નિયમ
સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવો જેને આયુર્વેદમાં ઉષાપાન કહેવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે ગરમ પાણી અથવા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. આ આદત તમને અકલ્પનીય લાભ આપશે.
આ સમાચાર પણ વાંચો : યુરિક એસિડ વધવાથી શરીરમાં આ સમસ્યા થાય છે, આ ડ્રાયફ્રુટ ખાવાથી દૂર થશે સમસ્યા.
ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું. આમ કરવાથી ખોરાક ધીમે ધીમે પચે છે, મેટાબોલિઝ્મ પ્રભાવિત થાય છે અને પાચનની અગ્નિ ઓછી થાય છે.
હંમેશા બેસીને પાણી પીવો, જલ્દી કે ઉભા રહીને પાણી ન પીવો. ઝડપથી પાણી ન પીવો, બલ્કે બે-ત્રણ ઘૂંટડામાં પાણી પીવી જોઈએ.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન રાખવું. પ્લાસ્ટિકમાં એવા સૂક્ષ્મ કણો હોય છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે, તેની સાથે હોર્મોનલ અસંતુલન અને અન્ય રોગોનું જોખમ રહેલું છે.
Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . .
Join Our WhatsApp Community