News Continuous Bureau | Mumbai
જેમ ‘છાસને ધરતી પરનું અમૃત ‘કહેવામાં આવે છે એમ દહીં (Curd) પણ અમૃત સમાન છે.સાંજ સુધી દહીં શરીર માટે અમૃત છે. પરંતુ રાત્રે દહીં નું સેવન ખોટું છે.તો આવો જાણીએ. દહીંનું સેવન કરવાથી તમારું પાચન સારું રહે છે, આ સાથે દહીં એ ઓછી કેલરીવાળો ખોરાક છે.દહીં કેલ્શિયમ, પ્રોટીન જેવા ગુણોથી ભરપૂર છે, તેથી રોજ દહીંનું સેવન કરવાથી હાડકાં, દાંત મજબૂત રહે છે. દહીં ખાવાથી મેટાબોલિઝમ પણ ઝડપી બને છે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે દહીં એ ઓછી કેલરીવાળો ખોરાક છે આનાથી તમે ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકો છો. દહીં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.
દહીં (Curd) પ્રોબાયોટિક છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. દહીં તમારા ખોરાકને સારી રીતે પાચન કરવામાં અને તેમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે. એટલા માટે દહીં પેટની સમસ્યાઓથી દૂર રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમે સાંજના સમયે દહીં આરોગી શકો છો. દહીં એ ડેરી પ્રોડક્ટ છે જે પ્રોટીન, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન, બી વિટામિન્સ જેવા ઘણા આરોગ્યપ્રદ ગુણો ધરાવે છે. જો તમે બપોરે દહીંનું સેવન કરી શકતા નથી, તો તમે સાંજે પણ દહીં ખાઈ શકો છો. તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ કોઈ દિવસ રાત્રે (Night) દહીં આરોગવું નહિ તે રોગ ને જન્મ આપશે.જમ્યા પછી તરત સૂઈ જવાના કારણે દહીંનુ યોગ્ય પચન થતું નથી. જો બની શકે તો દહીંમાં ચપટી મીઠું કે ચપટી ખાંડ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ નાખીને ખાઈ શકાય છે. જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.
આ સમાચાર પણ વાંચો: Vastu Plant: આ નાનો છોડ તુલસીના છોડથી ઓછો નથી, તેને યોગ્ય દિશામાં લગાવવું એ ઘરમાં મની ટ્રી લગાવવા જેવું છે.