Site icon News Continuous Bureau | Mumbai

Bada Mangal 2025: આજે છે જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર, જાણો પૂજન વિધી અને શુભ મુહૂર્ત

Bada Mangal 2025: હનુમાનજીની કૃપા મેળવવા માટે આજે ખાસ ઉપાય કરો, રવિ યોગ અને અભિજિત મુહૂર્તમાં કરો શ્રેષ્ઠ પૂજા

Bada Mangal 2025 Last Bada Mangal of Jyeshtha Month Today Know Puja Muhurat and Rituals

Bada Mangal 2025 Last Bada Mangal of Jyeshtha Month Today Know Puja Muhurat and Rituals

News Continuous Bureau | Mumbai

Bada Mangal 2025: જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર આજે 10 જૂનના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ હનુમાનજી ની આરાધના માટે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

Join Our WhatsApp Channel

 

શુભ મુહૂર્ત અને રવિ યોગ

આજના દિવસે રવિ યોગ સવારે 5:23 વાગ્યે શરૂ થયો છે અને સાંજે 6:02 વાગ્યે પૂર્ણ થશે. આ સમયગાળો હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ અભિજિત મુહૂર્ત પણ શુભ ગણાય છે, જેમાં હનુમાનજીની આરાધના કરવી શુભ ફળદાયી રહે છે.

આ સમાચાર પણ વાંચો : Jupiter Asta 2025: 12 જૂનથી ગુરુ થશે અસ્ત, શુભ કાર્યો પર લાગશે બ્રેક, આ 3 રાશિઓ નો થશે ભાગ્યોદય

પૂજન વિધી અને ઉપાય

આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાઘર સાફ કરો. પછી હનુમાનજીને સિંદૂર, ફૂલ અને બૂંદી ના લાડુનો ભોગ અર્પણ કરો. ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસા અથવા હનુમાન બાણનો પાઠ કરો. જરૂરિયાતમંદોને ગોળ અને ચણા નું વિતરણ કરવું પણ શુભ માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત કાળમાં ભીમના અહંકારને હનુમાનજીએ એક વૃદ્ધ વાનર રૂપે તોડી નાખ્યો હતો. બીજી કથા અનુસાર ભગવાન રામ અને હનુમાનજી ની પ્રથમ મુલાકાત પણ મંગળવારે જ થઇ હતી. 

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version