Today’s Horoscope : આજનો દિવસ: 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : 16 ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ છઠ છે

by Zalak Parikh
todays horoscope today 16 October 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

 ૧૬ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

“તિથિ” – આસો સુદ છઠ્ઠ

“દિન મહીમા”
નિમંત્રણ છઠ્ઠ, રવિયોગ ૦૬ઃ૪૯ થી, કુમારયોગ ૦૬ઃ૪૯ થી ૨૯ઃ૫૫, સરસ્વતી સ્થાપ્ના આહ્વાન, વ્રજમૂશળયોગ ૦૬:૪૯ સુધી, વિશ્વ અન્ન દિન, વિછુંડો ઉતરે ૦૬:૪૯

“સુર્યોદય” – ૬.૩૩(મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૩(મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૬ થી ૧૨.૨૪

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૦૬.૪૬)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૬.૪૬ સુધી વૃશ્ચિક ત્યારબાદ રહેશે રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા,મૂળ (૦૬.૪૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૦૬.૪૬)
સવારે ૦૬.૪૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યારબાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૬.૩૪ – ૦૮.૦૧
લાભઃ ૦૮.૦૧ – ૦૯.૨૯
અમૃતઃ ૦૯.૨૯ – ૧૦.૫૬
શુભઃ ૧૨.૨૪ – ૧૩.૫૧
ચલઃ ૧૬.૪૬ – ૧૮.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૯ – ૨૨.૫૨
શુભઃ ૨૪.૨૪ – ૨૫.૫૭
અમૃતઃ ૨૫.૫૭ – ૨૭.૨૯
ચલઃ ૨૭.૨૯ – ૨૯.૦૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“કર્કઃ”(ડ,હ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

“સિંહઃ”(મ,ટ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.

“તુલાઃ”(ર,ત)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More